પાત્રા (Patra Recipe In Gujarati)

Dhruti Kunkna
Dhruti Kunkna @Dhruti
શેર કરો

ઘટકો

30 મિનીટ
  1. ખીરું માટે બનાવવા માટે
  2. 12 નંગઅળવી નાં પાન -
  3. 2 કપચણા નો લોટ -
  4. 3 મોટી ચમચીચોખાનો લોટ
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  7. નાની ચમચીઅજમો
  8. 1/4 ટી સ્પૂનહિંગ
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીલીલી વરીયાળી પાઉડર
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. 1 ચમચીધાણજીરૂ પાઉડર
  13. 1 ચમચીગરમ મસાલા પાઉડર
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 2 મોટી ચમચીઆંબલી નો પલ્પ
  16. 3 મોટી ચમચીગોળ
  17. 1 ચમચીતેલ
  18. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  19. 1/2 ચમચી લીંબુ નો રસ
  20. પાણી જરૂર મુજબ
  21. વઘાર માટે
  22. 3 મોટી ચમચીતેલ
  23. 1 મોટી ચમચીતલ
  24. 1/2 ચમચી હિંગ
  25. થોડાલીમડા નાં પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અળવી પાનને ધોઈ લો. પછી તેને કોટન ના કપડા થી કોરા કરી લો. પછી અળવી ના પાન ની નસો ચાકુ થી હળવે હાથ થી નસો કાઢી લો.

  2. 2

    હવે ચણા ના લોટ માં બધા મસાલા નાખી મિક્સ કરી લો. પછી થોડું થોડું પાણી ઉમેરી ને જાડુ ખીરું બનાવી લેશુ. પછી તેમાં બેકિંગ સોડા નાખવો. બેકિંગ સોડા ઉપર
    લીંબુ નો રસ ઉમેરી બેટર ને સારી રીતે ફેટી લો. ખીરું સોફ્ટ થઈ જાશે.

  3. 3

    હવે પાન ઉપર ખીરું લગાવી લો. હવે તેના ઉપર બીજું ઉંધુ પાન મુકી તેના પર ખીરું લગાવી લો. હવે તેના પર ત્રીજું સીધું પાન મુકી તેના પર ખીરું લગાવી લો. ચોથું પાન ઉંધુ મુકી ખીરું લગાવી લો. હવે બિડા વાળી લો. બીડા વાળવા માટે પાન ની એક સાઈડ ને ફોલ્ડ કરી લેશું. હવે પાન ની બીજી સાઈડ ફોલ્ડ કરી લેશું. પછી તેના ઉપર થોડું ખીરું લગાવી લેશું. પછી તેનો રોલ વાળી લેશું. વચ્ચે થોડું થોડું ખીરું લગાવશું ને રોલ વાળી લેશું. આ રીતે બીજા પાન પર ખીરું લગાવી ને રોલ વાળી લેશું.

  4. 4

    હવે રોલ ને સ્ટીમ કરવા ઢોકલીયા માં પાણી ગરમ કરવા ગેસ પર મુકીશું. પાણી ગરમ થાય એટલે મુઠીયા ની ડીશ પર તેલ લગાવી તેના પર રોલ મુકી ઢાંકણ ઠાકી સ્ટીમ કરવા મુકીશું. આશરે 30 મિનીટ લાગશે. પછી ચપ્પુ ની મદદ થી પાત્રા ચડી ગયા છે કે નહિ એ જોય લેશું. પાત્રા ચેક કરતી વખતે ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળે તો પાત્રા ચડી ગયા છે. પાત્રા ઠંડા થાય પછી તેને ચપ્પુ થી કટ કરી લેશું.

  5. 5
  6. 6

    હવે પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તલ ઉમેરો. પછી હિંગને લીમડા ના પાન અને હિંગ ઉમેરો. બધુ સારી રીતે મિક્સ કરી તેમાં પાત્રા ઉમેરો. 2 મિનીટ પછી ગેસ બંધ કરી દો. પછી તેને સર્વ કરો. તો તૈયાર છે પાત્રા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Kunkna
પર

Similar Recipes