સોયાવડીના પટ્ટી સમોસા (Soya Vadi Patti Samosa Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ સોયાવડી
  2. ૪ ચમચીતેલ
  3. ડુંગળી જીણી સમારેલ
  4. ૧ ચમચીલસણની પેસ્ટ
  5. ૧ નંગમરચાની પેસ્ટ
  6. ૨ ચમચીક્રશ કરેલા શીંગદાણા
  7. ૨ ચમચીટોપરાનુ ખમણ
  8. ૧ ચમચીધાણાજીરું
  9. ૧ ચમચીમરચું
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧/૨ ચમચીઆમચૂર
  13. ૨ ચમચીખાંડ
  14. મીઠું જરૂર મુજબ
  15. ૧/૨ વાટકીસમારેલ કોથમીર
  16. ૧/૪ વાટકીસમારેલ ફૂદીનો
  17. તળવા માટે જરૂર મુજબ તેલ
  18. ખજૂર આંબલી ની ચટણી
  19. ધાણા ફૂદીનાની ચટણી
  20. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સોયાવડીને ૧૦ મિનિટ ઉકાળીને ઠંડું પડે એટલે દબાવીને પાણી કાઢી ને મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ, મરચાં પેસ્ટ ડુંગળી શાંતળી મીઠું નાખીને ૫ મિનિટ ધીમા તાપે થવા દો.પછી બધઃ મસાલા નાખી હલાવી લો.

  2. 2

    હવે સીગદાણા,ક્રશ કરેલ સોયાવડી, ખમણ નાખી બરાબર મિક્ષ કરો.હવે ખાન્ડ ધાણા,ફુદીનો નાખીને બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે સમોસા પટ્ટી લો.સ્લરી લગાવી સમોસાનો આકાર આપી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી સ્લરી લગાવી બંધ કરી દો અને બધા સમોસા ગરમ તેલ માં સોનેરી રંગના તળી લો.

  4. 4

    ગરમાગરમ સમોસા ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes