પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#EB Week 7

શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે, 👇
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીતેલ મોણ માટે
  4. સ્વાદ અનુસારમીઠું
  5. સ્ટફિંગ બનાવવા માટે 👇
  6. ૭ થી ૮ નંગ બટાકા
  7. ૨-૩ નંગ ડુંગળી
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીજીરૂ વઘાર માટે
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટીખાંડ
  12. ૧ ચમચીગરમ મસાલો પાઉડર
  13. તેલ તળવા માટે
  14. સર્વ કરવા માટે 👇
  15. લસણની ચટણી
  16. કોથમીર ફુદીના મરચાં ની લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ અને મીઠું નાખી લોટ બાંધી લો. લોટ ને દસ મિનિટ રહેવા દઇ તેમાંથી બે પડવાળી રોટલી વણી લ્યો. હવે તેને બંને બાજુ એ જ કાચી-પાકી શેકી લ્યો

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે બટેટાને બાફી અને છૂંદો બોલાવી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો. બેથી ત્રણ ચમચી ઘઉંનો લોટ લઇ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો

  3. 3

    એક પેનમાં તેલ નો વઘાર મૂકી સૌપ્રથમ તેમાં આદુ મરચાની પેસ્ટ જીરું અને ડુંગળી નાખી સાંતળી લો. ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં બટાકા નાખી અને બધો જ મસાલો કરી લો

  4. 4

    સ્ટફિંગ ને પણ દસ મિનિટ રહેવા દઇ ઠંડુ પડવા દયો. રોટલીના બંને છૂટા પડમાંથી ચાર પિસ થશે. તેના એક ભાગમાંથી રોટલીના પકવેલા ભાગને અંદર રાખી કોણ જેવો આકારો આપો અને તેને ઘઉંના લોટમાંથી બનાવેલી પેસ્ટ થી પેક કરી દ્યો

  5. 5

    તૈયાર કરેલા સમોસા ને ગરમ તેલમાં તળી લો. આ સમોસા માં તેલ પણ ઓછું જોશે અને તળાતા પણ બહુ વાર લાગશે નહીં.

  6. 6

    ગરમા-ગરમ સમોસાને કોથમીર ફુદીના મરચાં ની લીલી ચટણી તથા લસણની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Wow SuperbHi dear 🙋
Your all recipes are superb and tasty.You can check my profile if u wish😊😊

Similar Recipes