ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2લોકો
  1. ૪૦૦ ગ્રામ ગલકા
  2. ૪ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીહીન્ગ
  4. ૫-૬ કળી લસણની
  5. મસાલો બનાવવા માટે
  6. ૪ ચમચીસેકેલો ચણાનો લોટ
  7. ૨ ચમચીશીંગદાણા
  8. ૨ ચમચીતલ
  9. ૨ ચમચીટોપરાનુ ખમણ
  10. લીલું મરચું
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીઆમચૂર પાઉડર
  13. ૧-૨ ચમચી હળદર
  14. ૨ ચમચીધાણાજીરું
  15. સ્વાદ અનુસારમીઠું
  16. ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  17. ૧ ચમચીખાંડ
  18. ૧ ચમચીકિચન કિંગ ગરમ મસાલો
  19. થોડાસમારેલ લીલા ધાણા
  20. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    શીંગદાણા, તલ,મરચું અધકચરા પીસી લો અને ઉપર દર્શાવ્યા પ્રમાણે ચણા લોટ, બધા મસાલા, ધાણા અને ૨ચમચી તેલ લઈને બરાબર મિક્સ કરી લો.મસાલો તૈયાર છે.

  2. 2

    ગલકાને ધોઈ છાલ ઉતારી ને કાપા પાડી દો. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ભરી દો.

  3. 3

    હવે નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. ગરમ થાય ત્યારે અધકચરુ લસણ અને હીન્ગ નાખી થોડી સેકન્ડ સોતે કરી ભરેલા ગલકા નાંખી ધીમે થી હલાવી લો.થોડી વાર ઢાંકી થવા દો.થોડા ચડી જાય ત્યારે વધેલો મસાલો નાખી બરાબર મિક્ષ કરી ૧૦ મિનિટ ઢાંકી પાકવા દો.વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.ગલકામા પાણી નો ભાગ હોવાથી તે જલ્દી બળસે નહિ અને ચડી જશે.

  4. 4

    ગલકા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર અને ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes