વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week8
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે.

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

#EB
#week8
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. ટામેટાં ડુંગળી ની પ્યુરી બનાવવા માટે:
  2. 1 tbspતેલ
  3. 1 tbspઘી
  4. 4લવીંગ
  5. 2તજના ટુકડા
  6. 5ગ્રીન ઇલાયચી
  7. 4આખા મરી
  8. 1તમાલપત્ર
  9. 1 tspજીરુ
  10. 1/2 tspહળદર
  11. 8-10 નંગકાજુ
  12. 1 tbspઆદુ મરચાની પેસ્ટ
  13. 3મીડીયમ સાઇઝ ડુંગળી
  14. 5-6કળી લસણ
  15. 5મીડીયમ સાઇઝ ટામેટાં
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. વેજિટેબલ્સને સેલો ફ્રાય કરવા માટે:
  18. 3 Tbspતેલ
  19. 2મિડિયમ સાઈઝના બટાકા
  20. 1/2 કપસમારેલું ફ્લાવર
  21. 1/2 કપસમારેલું બ્રોકોલી
  22. 1/2 કપસમારેલા કેપ્સિકમ
  23. 1/2 કપસમારેલું ગાજર
  24. 1/2 કપલીલા વટાણા
  25. 1/2સમારેલી ફણસી
  26. ફાઇનલ કરી બનાવવા માટે:
  27. 1 Tbspતેલ
  28. 1 Tbspઘી
  29. 2 નંગસુકા લાલ મરચા
  30. 1 Tbspકાશ્મીરી લાલ મરચું
  31. 1 Tbspધાણાજીરૂ
  32. 1 Tspહળદર
  33. 200 ગ્રામપનીર
  34. 2 Tbspસુકા ટોપરાનું ખમણ
  35. 1 Tspકસૂરી મેથી
  36. 1 Tspગરમ મસાલો
  37. 1લીંબુનો રસ
  38. મીઠું સ્વાદ અનુસાર
  39. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ટામેટાં ડુંગળી ની પ્યુરી બનાવવા માટે:
    એક કડાઇમાં ઘી-તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી તમાલપત્ર, મરી ઉમેરવાનાં છે. ત્યારબાદ તેમાં ડુંગળીના મોટા ટુકડા અને લસણ ઉમેરવાના છે. બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  2. 2

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, કાજુના ટુકડા અને ટમેટાના મોટા ટુકડા ઉમેરવાના છે 1/4 કપ પાણી, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દેવાનું છે. ત્યારબાદ ગેસ ઑફ કરી તેને સાવ ઠંડું થઇ જવા દેવાનું છે.

  3. 3

    મિક્સર ની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવવાની છે આ પ્યુરીને સાઈડ પર રાખી દેવાની છે.

  4. 4

    વેજિટેબલ્સને સેલો ફ્રાય કરવા માટે:
    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલા બટાકા, સમારેલી ફણસી અને સમારેલા ગાજર ઉમેરવાના છે.

  5. 5

    તેના પર સમારેલું બ્રોકોલી અને સમારેલુ ફ્લાવર ઉમેરવાનું છે.

  6. 6

    તેના પર સમારેલાં કેપ્સિકમ અને લીલા વટાણા ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી સેલો ફ્રાય કરવાનું છે. સેલો ફ્રાય કરેલુ આ મિક્સ વેજીટેબલ સાઈડ પર રાખી દેવાનું છે.

  7. 7

    ફાઇનલ કરી બનાવવા માટે:
    એક કડાઈમાં ઘી તેલ મિક્સ કરી તેમાં સૂકા લાલ મરચા, હળદર, ધાણાજીરુ અને લાલ મરચું પાઉડર ઉમેરવાનું છે.

  8. 8

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટામેટાં ડુંગળી ની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તેમાં પનીરના ટુકડા ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.

  9. 9

    હવે તેમાં સેલો ફ્રાય કરેલુ વેજિટેબલ્સ ઉમેરવાનું છે તેમાં સુકા ટોપરાનું ખમણ, કસૂરી મેથી, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરવાનો છે.

  10. 10

    બધુ બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  11. 11

    મેં તેને પરાઠા અને સલાડ સાથે આ રીતે સર્વ કર્યું છે.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes