સ્પાઇસી ડોનટ (Spicy Doughnut Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. ડોનટ બનાવવાની સામગ્રી
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 3 વાટકીચણાની દાળ
  4. 3 વાટકીચોખા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીખાવાનો સોડા
  7. 2 ચમચીતેલ
  8. લીલી ચટણી ની સામગ્રી
  9. 8-10 નંગલીલી મરચી
  10. 1/2નાની વાટકી શીંગદાણા
  11. હળદર, મીઠું, લીંબુ, ચપટી ખાંડ, જરૂરિયાત મુજબ
  12. લસણની ચટણીની સામગ્રી
  13. 25-30 નંગલસણની કળી
  14. 4ચમચા લાલ મરચું પાઉડર
  15. મીઠું, તેલ જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ અડદની દાળ ચણાની દાળ અને ચોખાને કોરા પીસી લ્યો. તૈયાર થયેલા લોટને 12 થી 14 કલાક માટે આથો આપો. ત્યારબાદ તેમાં મીઠું તેલ અને ખાવાનો સોડા ઉમેરી ખૂબ ફીણી લ્યો. ત્યારબાદ ઈડલી સ્ટેન્ડમાં ઢોકળાની જેમ મૂકી ઉપર કોથમીર ભભરાવી દો

  2. 2

    લીલી ચટણી બનાવવા
    એક મિક્સર જારમાં માંડવી ના દાણા મરચા હળદર મીઠું એક ચમચી તેલ લીંબુ ઉમેરી બધું જ પીસી લ્યો

  3. 3

    લસણની ચટણી બનાવવા માટે
    એક મિક્સર જારમાં ફૂલેલું લસણ લાલ મરચું પાઉડર મીઠું અને એક ચમચી તેલ લઈ તેને પીસી લો

  4. 4

    બની ગયેલા ઢોકળા ને એક તરફ લસણની ચટણી અને બીજી તરફ લીલી ચટણી ચોપડી ડોનેટ નો શેપ આપી ઢોકળા ને તૈયાર કરી લો. ડોનેટ ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes