જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે

#EB
#week8
#cookpadindia
#cookpad_gu

જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)

વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે

#EB
#week8
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ગ્રેવી માટે: -
  2. ૪ નંગઆખું કાશ્મીરી લાલ મરચું
  3. ૪ નંગટામેટાના ટુકડા
  4. કોલ્હાપુરી શાક ના મસાલા માટે :-
  5. ૩ નંગઈલાયચી
  6. ૩ નંગતમાલપત્ર
  7. ૩ ચમચીવરીયાળી
  8. ૩ ચમચીઆખા સૂકા ધાણા
  9. ૧ ચમચીજીરું
  10. ૪-૫ નંગ લવિંગ
  11. ૧ નંગતજ નો ટુકડો
  12. ૭-૮ નંગ કાજુ
  13. ૩ ચમચીમગજતરી બી
  14. ૩ ચમચીસફેદ તલ
  15. ૪-૫ ચમચી સૂકું કોપરું છીણ
  16. શાક માટે :-
  17. ૧ વાડકીકેપ્સીકમ ના ટુકડા
  18. ૧ વાડકીકાચા કેળા ના ટુકડા
  19. ૧ વાડકીકોબીજ સુધારેલી
  20. ૧ વાડકીવટાણા બાફેલા
  21. ૧ વાડકીફણસી બાફેલી
  22. ૧ વાડકીબેબી કોનૅ બાફેલી
  23. ૧ વાડકીપનીર ના ટુકડા
  24. ૨ ચમચીતેલ
  25. ૧/૨ ચમચીહીંગ
  26. ૧ નંગલીલું મરચું
  27. ૧ નંગલાલ મરચું આખું
  28. ૨ ચમચીમીઠું
  29. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  30. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  31. ૧ ચમચીગરમ મસાલો
  32. ૩-૪ ચમચી કસૂરી મેથી
  33. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કઢાઇ મા મરી, જીરુ, તજ, લવીંગ, ઈલાયચી, તમાલપત્ર, વરીયાળી, આખા સૂકા ધાણા ધીમા તાપે શેકવું પછી એમાં કાજુ, મગજતરી બી, સફેદ તલ નાખવા બે મિનિટ શેકાઈ પછી સૂકું કોપરું નાખી હલાવી પછી ઉતારી ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી દો પછી એક કઢાઈમાં કાશ્મીરી લાલ મરચું અને ટામેટા એક ગ્લાસ પાણી નાખી ઉકાડવુ પાણી બડી જાય ઠંડુ થઈ જાય પછી તેને મિક્ષરમાં ગ્રેવી રેડી કરવી.

  2. 2

    એક કડાઈમાં તેલ, હીંગ, લીલું મરચું અને લાલ મરચું હળદર નાખી હલાવો પછી એની અંદર કેપ્સીકમ,,કાચા કેળા અને કોબીજ નાખી પાંચ મિનિટ સાંતળવું. પછી અંદર બાફેલી ફણસી,વટાણા,બેબી કોનૅ નાખી મિક્ષ કરો

  3. 3

    પછી એની અંદર મીઠું, ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને જે મસાલો આપણે રેડી કર્યો છે એ નાખી બરાબર બધું મિક્ષ કરી દેવું પછી એને અંદર ટામેટાની ગ્રેવી નાંખી ૧૦ મિનિટ થવા દેવું પછી અંદર પનીરના ટુકડા કસૂરી મેથી, ગરમ મસાલો અને કોથમીર નાખી સર્વ કરો

  4. 4

    રેડી છે જૈન વેજ કોલ્હાપુરી

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes