મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)

Gopi Shah
Gopi Shah @Gopi1983

ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.
અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.
આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.
આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ.

મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)

ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.
અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.
આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.
આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 થી 6 સર્વિંગ્સ
  1. 50 ગ્રામચણાની દાળ
  2. 50 ગ્રામમગની દાળ
  3. 50 ગ્રામતુવેર ની દાળ
  4. 50 ગ્રામછોડા વાળી મગની દાળ
  5. 100 ગ્રામચોખા
  6. 100 ગ્રામઘઉં ના ફાડા
  7. 50 ગ્રામઘી
  8. ખડા મસાલા- જીરૂ, તજ, લવિંગ, તમાંલપત્ર, સૂકા લાલ મરચા, લીમળો, તલ
  9. મસાલા- મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરૂ, હિંગ
  10. વેજિટેબલ - આદુ, લીલા મરચા, લસણ, ડુંગળી, લીલા ધાણા, ગાજર, ટામેટા, લીંબુ
  11. 8, 10 કાજુના ટુકળા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાઠિયાવાડી મસાલા ખીચડી બનાવવાની રીત.
    1. સૌ પ્રથમ ચોખા, ફાડા, બધી જ દાળ મિક્સ કરી ને પાણી થી સાફ કરવી.
    કુકર માં 1 ચમચી ઘી નાખવું, ત્યાર બાદ તેમાં ધોયેલા ચોખા, દાળ, ફાડા નાખવાં અને જરૂર પૂરતું પાણી નાખવું.
    હું આ ખીચડી માં રેગ્યુલર કરતા થોડું વધારે પાણી નાખું છું.
    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી હળદર નાખી બરાબર હલાવી ને કુકર બંધ કરી દેવું અને 3 વ્હીસલ સુધી ચડવા દેવું.

  2. 2

    2. એક કડાઈ માં 2 ચમચી ઘી મૂકવું. પછી તેમાં જીરું, તલ, તમાલપત્ર, લીમડા ના પણ, આદું મરચા ની પેસ્ટ,થોડું મીઠું અને ડુંગળી નાંખવુ. ડુંગળી બ્રાઉન રંગ ની થાય પછી ગાજર નાંખો અને થોડી વાર પછી ટામેટા નાંખો.
    ત્યાર બાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા મિક્સ કરી દો. અને ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    3. હવે આપણી કુકર માં જે ખીચડી તૈયાર છે તેને કડાઈ માં નાંખી ને બરાબર હલાવી દો.

  4. 4

    4. ત્યાર બાદ તેમાં 1 ગ્લાસ પાણી નાંખી ને ફરીથી હલાવી દો. અને તેને 5 મિનિટ સુધી ઢાંકી ને રાખો.
    ત્યાર પછી તેમાં 3-4 ચમચી ઘી નાંખી ને હલાવી દેવું.
    ગાર્નિશીંગ માટે કાજુ ના ટુકડા અને લીલા ધાણા ઉપર નાખવા.
    તો તૈયાર છે આપણી આ ખઠીયાવાડી મસાલા ખીચડી.

  5. 5

    મારુ સિક્રેટ ઈંગ્રીડીઅંટ આમાં ઘઉં ના ફાડા છે. સામાન્ય રીતે ખીચડી માં દાળ અને ચોખા નો જ ઉપયોગ થતો હોય છે. પણ આપણે આ ખીચડી ને વધુ હેલ્થી બનાવવા માટે ઘઉં ના ફાડા લીધા છે.

    આમ તો આ ખીચડી એકલી પણ ખૂબ સારી લાગે છે.
    આપણે આ ખીચડી સાથે કઢી, ખાટું અથાણું, બુંદી નું રાઇતું, છાસ અને પાપડ સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gopi Shah
Gopi Shah @Gopi1983
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes