મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે
#સુપરશેફ૩

મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)

મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે
#સુપરશેફ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 કપતુવેરની દાળ
  3. 2 મોટી ચમચીચણાની દાળ
  4. 5 મોટી ચમચીઘી
  5. 2 નંગબટાકા
  6. 1 નંગટામેટું
  7. 1 નંગગાજર
  8. 1 નંગકેપ્સીકમ
  9. 1/2 કપસમારેલી કોબીજ
  10. 1/2 કપસમારેલી ફણસી
  11. 1/2 કપસમારેલું ફ્લાવર
  12. 1/2કપડા વટાણા
  13. 2 મોટી ચમચીસિંગદાણા
  14. ખડા મસાલા (તજ, તમાલપત્ર ઇલાયચી, લવિંગ)
  15. 1 નાની ચમચીરાઈ
  16. 1 નાની ચમચીજીરું
  17. 1 નાની ચમચીહળદર
  18. 1 મોટી ચમચીગરમ મસાલો
  19. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  20. મીઠું સ્વાદપ્રમાણે
  21. 5 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સ વેજ મસાલા ખીચડી બનાવવા માટે દાળ ચોખા અડધો કલાક પલાળી રાખવા અને બધા વેજિટેબલ્સ કટ કરવા

  2. 2

    હવે એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં રાઈ જીરુ પત્તા ખડા મસાલા ઉમેરો. હવે તેમાં કટ કરેલાં વેજિટેબલ્સ અને સિંગદાણા નાખો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો નાખો. અને બધું બરાબર મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી નાખી થોડીવાર ઉકળવા દો. હવે તેમાં પલાળેલા દાળ ચોખા નાખો. કુકર બંધ કરી ત્રણ વિશલ કરો. કુકર ઠંડુ થાય પછી ખોલી ને બરાબર મિક્સ કરી થોડું ઘી ઉમેરો.

  4. 4

    તો તૈયાર છે મિક્સ વેજ મસાલા ખીચડી. સર્વ કરતી વખતે ઘી અને કોથમીર ઉમેરો અને દહીં તથા પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes