ખીચડી (Khichdi Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
Anytime my favourite dish ખીચડી
અમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને .
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડી
અમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ અને ચોખાને મિક્સ કરી ને ૨/૩ પાણી થી ધોઈ લેવા.
- 2
કુકરમાં ૩ બાઉલ પાણી ધોયેલી ખીચડી મીઠું, હીંગ, હળદર, ધાણાજીરુ, મરી પાઉડર, મેથી ના દાણા,૧ ચમચી ઘી નાખીને ૫ ઉકળવા દેવું.
- 3
ત્યારબાદ કુકર નું ઢાંકણ ઢાંકી ને ૫ મીનીટ ફુલ ગેસ રાખવો પછી ૧૦ મીનીટ ધીમા તાપે ખીચડી ને ચડવા દેવી.
- 4
કુકર ઠંડું થાય એટલે ખોલી ૧ ચમચી ઘી નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવી.
- 5
Serving બાઉલમાં કાઢી ઉપર હોમ મેડ ઘી ની ૨ ચમચી નાખી ને ગરમ ગરમ સર્વ કરવી.
તો તૈયાર છે
ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#ખીચડી કઢીગરમા ગરમ ખીચડી ને કાઢી my favourite 😊😊 બહુ ભાવે દર બારશ પછી સાંજે આજ મેનુ માં હોય..... તો આજે શેર કરું છૂ Pina Mandaliya -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKRમગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે.. Sangita Vyas -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
ખીચડી સેન્ડવીચ ઉત્તપમ(khichdi Sandwich Uttapam Recipe In Gujarati)
#GA4#week1ખીચડી પચવા મા સારી અને હેલ્ધી છે પણ બાળકો ને બહુ ઓછી ભાવે છે તો મે મગ ની દાળ અને ચોખા લઇ ને અંદર મસાલો ભરી ને ઉત્તપમ બનાવ્યા Shrijal Baraiya -
રાજસ્થાની હેલ્ધી ખીચડી (Rajasthani Healthy Khichdi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC: રાજસ્થાની હેલ્ધી ખીચડીઅમારા ઘરમાં લગભગ દરરોજ રાત્રે કચ્છી ખીચડી તો બને જ . પણ આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને મગની છડીદાર ની ખીચડી બનાવી. Sonal Modha -
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR#cookpadindia#cookpad_guj#cookpadદરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે. Parul Patel -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
ખીચડી અને સુંઠવાળું દૂધ(khichdi recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત સાંજે ક્યારેક હળવું જમવું હોય અને સાથે પૌષ્ટિક પણ તો આ ખીચડી અને દૂધ બેસ્ટ ઓપ્શન છે... Khyati Joshi Trivedi -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
ખીચડી ( Khichdi Recipe in Gujarati
#GA4#Gujarati#week4#Recipe 4ખીચડી તે આપણું સાત્વિક ભોજન છે પચવામાં પણ સારી રીતે પચી જાય છે મને મગની મોગર દાળ વાળી ભાવે છે એટલે મેં મગની મોગર મગની ફોતરા દાળ લઈ શકો છો Pina Chokshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219364
ટિપ્પણીઓ