બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#RC1
#week1
#cookpadindia
#cookpad_guj
જાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1.5 કપબેસન
  2. 1/2 કપરવો/સોજી
  3. 1/2 કપદહીં (ખાટું)
  4. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીફ્રુટ સોલ્ટ
  8. વઘાર માટે :
  9. 1ચમચો તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 8-10લીમડા ના પાન
  12. 2-3લીલા મરચાં ની ચીરી
  13. 1 ચમચીખાંડ
  14. 1 ચમચીલીંબુ નો રસ
  15. 1/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં બેસન, રવો, લીલા મરચાં ની પેસ્ટ, હળદર અને મીઠું નાખી ભેળવો. ત્યારબાદ દહીં અને પાણી નાખી ખીરું તૈયાર કરો. ઢાંકી ને 10 મિનિટ રાખો.

  2. 2

    સ્ટીમર માં પાણી ઉમેરી ગરમ મુકો. ઢોકળા ના મોલ્ડ ક થાળી ને તેલ લગાવી સ્ટીમર માં મુકો. ખીરા માં ફ્રુટ સોલ્ટ નાખી ઉપર એક ચમચો પાણી નાખી સરખું ભેળવો અને તરત જ સ્ટીમર માં મુકેલ મોલ્ડ માં ખીરું નાખી દો.ઢાંકી ને 15 મિનિટ માટે સ્ટીમ કુક થવા દો.

  3. 3

    ઢોકળા થાય ત્યાં સુધી વઘાર તૈયાર કરી લઈએ. એ માટે તેલ ગરમ મૂકી ને રાઈ નાખો, તતળે એટલે લીલા મરચાં, લીમડા અને 1/4 કપ પાણી નાખો. ખાંડ, લીંબુ નો રસ, મીઠું નાખી થોડું ઉકળવા દો.

  4. 4

    ઢોકળું થઈ જાય એટલે તૈયાર કરેલો વઘાર તેના ઉપર રેડી દો. ચાકુ થી કાપા કરી ટુકડા કરી લો.

  5. 5

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes