રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 3/4 કપતુવેર દાળ
  2. 1/4 કપચણા ની દાળ
  3. 1ટામેટું
  4. 1 tbspઆદુ લસણ મરચા ની પેસ્ટ
  5. 1 tspહળદર
  6. 1 tspમરચું પાઉડર
  7. 1 tspગરમ મસાલો
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. 1લીંબુ નો રસ
  10. વઘાર માટે :
  11. 1 tbspબટર
  12. 1 tspતેલ
  13. 1 tspજીરું
  14. 1તમાલપત્ર
  15. 3લવિંગ
  16. 1 ટુકડોતજ
  17. બીજા વઘાર માટે :
  18. 1 tspતેલ
  19. 1લાલ આખું મરચું સૂકું
  20. 1 tspમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને દાળ ને ધોઈ કૂકર માં સહેજ હળદર અને મીઠા જોડે બાફી લેવાની છે.

  2. 2

    ત્યાર બાદ એક પેન માં બટર અને તેલ લઇ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, જીરું નાખી બધું તતડે એટલે તેમાં આકૃ મરચા લસણ ની પેસ્ટ અને ઝીણા કાપેલા ટામેટાં નાખવા. અહીં તમે ડુંગળી પણ નાખી શકો છો.મે આજે નથી નાખી. હવે બધું થોડી વાર સાંતળવા દેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલી દાળ,ઉપર મુજબ ના મસાલા, લીંબુ નો રસ, નાખી થોડીવાર ઉકળ વા દેવી.

  4. 4

    હવે પછી સર્વ કરતી વખતે બીજો વઘાર કરવો, જેના માટે એક વઘારીયા માં 1 ચમચી તેલ લઇ ગરમ થાય એટલે તેમાં એક આખું સૂકું લાલ મરચું નાખવું અને ગેસ બન્ધ કરવો. તરત લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી દાળ પર રેડવો. બસ તો બની ગઈ આપની દાલફ્રાય 😊👍🏻🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes