ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. 2 કપચણાનો લોટ
  2. 2 ચમચીઝીણા રવો
  3. 1 ચમચીલીંબુના ફૂલ
  4. ૪ ચમચીખાંડ
  5. 4 ચમચીતેલ
  6. 1 ચપટીહળદર અથવા પીળો ફૂડ કલર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીઈનો અથવા એક ચમચી બેકિંગ સોડા
  9. 1-1/2 કપ પાણી
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 2 ચમચીરાઈ
  13. 2 ચમચીતલ
  14. 1 ચપટીહિંગ
  15. બે-ત્રણ લીલા મરચા સમારેલા
  16. 7-8લીમડાના પાન
  17. કોથમીર ભાવે તો ઉપર નાખવી
  18. ૧/૪ કપખાંડ નો પાણી (ખાંડ સીરપ)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રૂમ ટેમ્પરેચર નું એક કપ પાણી લેવું તેમાં લીંબુના ફૂલ અને ખાંડ નાખી મિક્સ કરી લેવું ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરવું પછી તેમાં તેલ અને હળદર નાખી 1/2મિનિટ માટે હલાવવું.

  2. 2

    પછી તેના ઉપર ચાયણો મૂકી તેમાં રવો અને ચણાનો લોટ નાખી ચાળી લેવું પછી તેમાં મીઠું નાંખી બરાબર મિક્સ કરી મિશ્રણ ને મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી નાખતા જવું અને મિશ્રણને બહુ ઝાડુને અને પતલુ નહીં તેવું બનાવવું. પછી મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકી ને સાઈડ માં મૂકવું.

  3. 3

    ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી નાંખીને તૈયાર કરી લેવું અને તેમાં ઢોકળા મુકવાના હોય તેને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લેવું. પછી પંદર મિનિટ થાય પછી ઢોકળાના બે ચમચી ઈનો અથવા સોડા નાખી એક જ સાઇડ એકથી દોઢ મિનિટ સુધી હલાવો.

  4. 4

    પછી ગ્રીસ કરેલા ડબ્બામાં નાખીને તેને પંદરથી વીસ મિનિટ માટે ચઢવા મુકું પંદર-વીસ મિનિટ થાય પછી ચાકુ અથવા ટૂથપીક તેની મદદથી ચેક કરી લેવું તો ચડી ગયું હોય તો ગેશને બંધ કરી તેને ઠંડુ થવા દેવું અને ન ચડ્યું હોય તો તેને 5 મીનિટ સુધી ફરિવાર ચડવા ગેસ પર ચડવા દેવું.

  5. 5

    ઢોકળા ઠંડા થાય પછી તેમાં કાપા પાડી લેવા તેની ઉપર ખાંડ સીરપ નાખી ઉપર દર્શાવેલ મસાલા સાથે વઘાર કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

Similar Recipes