દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#EB
Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
છ વ્યક્તિ
  1. 4 વાડકીચોખા
  2. 1 વાડકીચણાની દાળ
  3. 1ચોથાઈ તુવેરની દાળ
  4. 1 કપદૂધીનું છીણ
  5. ચપટીસોડા
  6. 4 ચમચીતેલ
  7. વઘાર માટે
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/4 ચમચીતલ
  10. 4 -5 મીઠા લીમડાનાં પાન
  11. 2ચીરીયા કરેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ ઓવરનાઇટ પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવુ.

  3. 3

    ત્યારપછી તેને ત્રણથી ચાર કલાક માટે ગરમ જગ્યાએ મૂકવુ.

  4. 4

    તેમાં આથો આવી જાય એટલે તેની અંદર દૂધીનું છીણ,સ્વાદ મુજબ મીઠું,ને ચપટી સોડા નાખીને બરાબર હલાવવું.

  5. 5

    થાળીમાં ગ્રીસ કરીને ઢોકળીયા ની અંદર સ્ટીમ કરવા મૂકો.

  6. 6

    દસ મિનિટ થાય એટલે તેને બહાર કાઢી લેવું.

  7. 7

    ત્યાર બાદ એક લોયા માં તેલ મૂકી રાઈ મીઠો લીમડો તલ લીલાં મરચાંના ચીરીયા નાખીને વઘાર કરવો.

  8. 8

    ત્યારપછી સર્વિંગ ડિશમાં કાઢીને ટમૅટો કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes