ગોલી ઈડલી (Goli Idli recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RC2
#week2
#cookpadgujarati
#cookpadindia
ગોલી ઈડલીને મસાલા રાઇસ બોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકદમ ઈઝી અને સિમ્પલ એવી હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપીમાં ચોખાના લોટને વરાળમાં બાફી તેના બોલ્સ બનાવી ગોલી ઈડલી બનાવવામાં આવે છે. આ રાઇસ બોલ્સ એકદમ સોફટ બને છે. આ ઉપરાંત આ વાનગી ઇઝીલી અવેલેબલ હોય તેવા ઇંન્ગ્રીડિયન્સ માંથી જ બની જાય છે. બ્રેકફાસ્ટ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ હેલ્ધી વાનગીનો ઉપયોગ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. ચોખાના બોલ્સ બનાવવા માટે:
  2. 1.5 કપચોખાનો લોટ
  3. 2 કપપાણી
  4. 1.5 Tspમીઠું
  5. 1 Tbspતેલ
  6. વધારવા માટે:
  7. 2 Tbspતેલ
  8. 1 Tspઅડદની દાળ
  9. 1 Tspચણાની દાળ
  10. 1 Tspરાય
  11. 2 નંગસમારેલા લીલા મરચા
  12. 1 Tspસફેદ તલ
  13. મીઠા લીમડાના પાન
  14. 2 Tbspસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક નોન-સ્ટીક પેનમાં પાણી ઉકાળવા મૂકી તેમાં મીઠું અને તેલ ઉમેરવાનું છે. બન્ને બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે.

  2. 2

    લોટને પાણીમાં બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે. પેનને ઢાંકીને આ લોટને તેમાં પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનો છે.

  3. 3

    સ્ટીમ થઈ જાય એટલે આ લોટને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી થોડો ઠરવા દેવાનો છે.

  4. 4

    તેમાં થોડું તેલ ઉમેરી તેને હાથથી મશળવાનો છે અને પછી લોટ બાંધી લેવાનો છે. તેના નાના બોલ્સ બનાવી લેવાના છે.

  5. 5

    ઈડલી, ઢોકળા બનાવીએ તે રીતે આ બોલ્સને વરાળમાં 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં અડદની દાળ, ચણાની દાળ અને રાઈ ઉમેરવાના છે. slow flame પર આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાંતળવાના છે.

  7. 7

    ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં, સફેદ તલ અને લીમડાના પાન ઉમેરવાના છે.

  8. 8

    હવે તેમાં તૈયાર કરેલા બોલ્સ ઉમેરવાના છે.

  9. 9

    બરાબર રીતે મિક્સ કરી તેની ઉપર સમારેલી કોથમીર ઉમેરવાની છે.

  10. 10

    જેથી આપણી ગોલી ઈડલી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  11. 11

    મેં તેને ટોમેટો ચટણી અને કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes