ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયાર કરવામાં 35 મિનિટ, બનાવવામાં 40 મીનિટ
4-5 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામચોખા
  2. 250 ગ્રામઅડદની દાળ
  3. 100 ગ્રામપૌહા
  4. 100 ગ્રામતૈયાર ભાત
  5. 250 ગ્રામતૂવેરની દાળ
  6. 3 ચમચીઅડદની દાળ
  7. 3 ચમચીચણાની દાળ
  8. 1 નંગબટાકા
  9. 1 નંગદુધી
  10. 2 નંગકાંદા
  11. 1 નંગટામેટું
  12. 6-7કડી લસણ
  13. 1 નંગશેકતાની સીન્ગ
  14. 2 નંગલીલા મરચાં
  15. 1મોટો ટુકડો આદું
  16. 2 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીહળદર
  18. 1 ચમચીહિંગ
  19. 4 ચમચીસંભાર મસાલો
  20. 1બાઉલ કઢી લીમડાના પાન
  21. 1બાઉલ કોથમીર
  22. 2 નંગસૂકા લાલ મરચાં
  23. 1 ચમચીગોળ
  24. 3 ચમચીતેલ
  25. 1બાઉલ દહીં
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. 1 નંગલીબું
  28. 1 ચમચીજીરુ
  29. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

તૈયાર કરવામાં 35 મિનિટ, બનાવવામાં 40 મીનિટ
  1. 1

    ચોખા, અને અડદની દાળ ને બોળી રાખો 5-6 કલાક, પછી પાણી કાઢીને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો, પછી પૌહા, ભાત ઉમેરી પાછુ મિક્સરમાં ફેરવી લો, દહીં ઉમેરો, મીઠું ઉમેરો 1 કલાક ઢાંકી ને રાખો પછી ઈડલી કૂકર મા ઈડલી બનાવી લો.

  2. 2

    તુવેરની દાળને બાફી લેવી, એક વાસણમાં 3 ચમચી તેલ લો, ચણાની દાળ, અડદની દાળ ઉમેરો, ગુલાબી થવા દો, પછી જીરૂ, રાઈ ઉમેરો સાથે,સૂકા લાલ મરચાં, કઢી લીમડાના પાન, લસણ, કાંદા કાપી ને ઉમેરો શેકતાની સીન્ગ ઉમેરો, ટામેટાં કાપીને ઉમેરો, લાલ મરચું પાઉડર, હળદર, હીંગ ઉમેરો ત્યારબાદ બટાકા, દુધી ઝીણી કાપીને ઉમેરો, લીલા મરચાં, આદું છીણી ને નાખો, સંભાર મસાલો, મીઠું ઉમેરો, ઢાંકણ ઢાંકી ને 5-6 મિનિટ થવા દો, પછી તૂવેરની દાળ ઉમેરી પાણી ઉમેરો ગોળ,કોથમીર ઉમેરો પછી 10-15 મિનિટ સુધી ઉકળવા દો,લીબું ઉમેરો, પછી ઈડલી સાથે પીરસો.

  3. 3

    ખાસ નોંધ :- મનગમતા શાકભાજી સંભાર ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes