બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ (Brown Rice Flakes Pudding Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#RC2
તમે સાદા પૌવામાંથી ખીર, ભજીયા, દૂધપૌવા વગેરે વાનગી બનાવી હશે, આજે મૈં brown rice flakes એટલે કે લાલ પૌવામાંથી દૂધપૌવા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી પણ છે.લાલ ચોખા પૌવા એક તંદુરસ્ત વિકલ્પ છે. લાલ ચોખા પૌવા ફાઇબરનો સારો સ્રોત છે. તે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી ટ્રેસ ખનિજોમાં પણ સમૃદ્ધ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપબ્રાઉન પૌવા (લાલ પૌવા)
  2. 4 કપદૂધ
  3. 1 કપમિલ્કમૈડ (અથવા ખાંડ સ્વાદનુસાર)
  4. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  5. 2 કપપાણી (પૌવાને પાલળવા માટે)
  6. ગાર્નીશિંગ માટે -
  7. 2 ટેબલસ્પૂન પિસ્તાના ટુકડા
  8. 2 ટેબલસ્પૂનબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લાલ પૌવાને એક બાઉલમા લઈને 2 કપ પાણીમાં 10 મિનિટ માટે પલાળી લો.

  2. 2

    ત્યારબાદ વધારાનું પાણી કાઢીને પૌવાને નિતારી લો.

  3. 3

    હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મુકો, દૂધમા એક ઉકાળો આવે એટલે ગેસની ધીમી આંચ કરી નિતારેલા પૌવા ઉમેરીને પકાવો.15 મિનિટ સુધી ધીમી આંચે પૌવાને દૂધમા પકાવો.

  4. 4

    જયારે પૌવા નરમ બની જાયે ત્યારે મિલ્કમૈડ અથવા ખાંડઅને ઈલાયચી પાઉડર ઉમેરી ને 2 મિનિટ સુધી પકાવો.

  5. 5

    દૂધ નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.તૈયાર છે બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ એટલે કે દૂધપૌવા.

  6. 6

    તૈયાર કરેલ પુડિંગને સર્વિગ ડીશમાં લઈને પિસ્તાના ટુકડા, બદામ ની કતરણ વડે ગાર્નીશિંગ કરીને ઠંડી કે ગરમ બ્રાઉન રાઈસ ફ્લેક્સ પુડિંગ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes