સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#RC2
સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે.

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

#RC2
સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1/2 કપસાબુદાણા
  2. 2 ટેબલસ્પૂનતેલ/ ઘી
  3. 2 નંગનાના સમારેલ બટાકા
  4. 1 ટીસ્પૂનજીરુ
  5. 7-8મીઠા લીમડા ના પાન
  6. 2 નંગબારીક સમારેલ મરચા
  7. 1/2 ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ટેબલસ્પૂનખાંડ
  10. 1લીંબુ નો રસ
  11. 3 ટેબલસ્પૂનબારીક સમારેલ કોથમીર
  12. 1/4 કપશીંગદાણા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ધોઈ ને 5 કલાક પલાળી રાખો.

  2. 2

    સાબુદાણા બરાબર પલળી ગયા બાદ પાણી નિતારી લો.

  3. 3

    એક કઢાઈ માં તેલ અથવા ઘી ગરમ કરો. હવે તેમાં જીરું, મીઠા લીમડા ના પાન, આદુ ની પેસ્ટ અને સમારેલ મરચા ઉમેરો.

  4. 4

    ત્યારબાદ સમારેલ બટાકા ઉમેરી લો. મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે બટાકા ચડી જાય ત્યાં સુધી ઢાંકી ને ધીમા તાપે ચડવા દો.

  6. 6

    બટાકા ચડવા આવે એટલે પલાળેલા સાબુદાણા ઉમેરી ને ઢાંકી દો.

  7. 7

    સાબુદાણા પારદર્શક બની જાય પછી તેમાં મીઠું, ખાંડ, લીંબુ નો રસ, શીંગદાણા નો ભુક્કો અને સમારેલ કોથમીર ઉમેરો.

  8. 8

    બધું બરાબર મિક્સ કરો. સાબુદાણા ની ખીચડી તૈયાર છે.

  9. 9

    સાબુદાણા ની ખીચડી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes