ફાડા લાપસી

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

લાપસી એક જુની વિસરાતી જતી વાનગી છે
હરેક ઘરમાં બધા અલગ અલગ રીતે બનાવે છે
પેલા ના ટાઈમ મા બા ,નાની ,મમ્મી ,સાસુ
લાપસી મા મોણ નાખી ને બનાવતા
ખાંડ ની જગ્યા એ ગોળ નુ પાણી કરતા
હવે આપણે બધા કુકરમાં બનાવ્યે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
મે સરસ છુટ્ટી થાય એવી રીતે કુકરમાં બનાવ્યું છે
ખુબ જ ટેસ્ટી બન્યું છે
તમે પણ જરૂર બનાવજો

#EB
#week10

@Tastelover_Asmita
@chef_janki
@Jigisha_16

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
ફેમિલી
  1. ૧ વાટકી ફાડા લાપસી
  2. ૩ વાટકી પાણી લેવાનું છે
  3. ૧/૪ વાટકી ઘી
  4. ૧ વાટકી ખાંડ
  5. ૭/૮ લીલી ઇલાયચી નો ભુક્કો
  6. ૭/૮ બદામ પાતળી પાતળી સમારી લેવી

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ફાડા લાપસી સેકી લો આમાં તમે કાજુ બદામ પણ નાખી શકો છો
    ઘી અને ખાંડ તમે જરુર મુજબ લઈ સકો છો

  2. 2

    સેકાય જાય એટલે તેમાં પાણી ઉમેરો પછી તેમાં ખાંડ નાખી લો ત્યારબાદ તેને હલાવી લેવું પછી કુકર બંધ કરી લો
    લો ટુ મિડિયમ ફલેમ રાખવાનો છે ગેસ ૫ સીટી વગાડવાની છે

  3. 3

    હવે કુકર ઠંડુ થાય એટલે તેમાં તેમાં રોસ્ટ કરેલા કાજુ,બદામ ઇલાયચી નો ભુક્કો નાખી લો સરસ રીતે મિક્સ કરી લો
    થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ

  4. 4

    તો આવો જોઈએ તૈયાર છે ફાડા લાપસી તમે જોઈ શકો છો મે આ રીતે સર્વ કરીયુ છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes