રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RC3
Post 1
રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય.

રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja

#RC3
Post 1
રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૪ મોટી ચમચી તેલ
  2. ૨ મોટી ચમચી દેશી ઘી
  3. ૨ કપ ટોમેટો પ્યુરી
  4. ૧ કપ કાંદા ની પેસ્ટ
  5. ૧ ચમચી આદુની પેસ્ટ
  6. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  7. ૧ ચમચી લીલા મરચાં
  8. ૧ ચમચી કાશ્મીરી મરચું
  9. ૧ ચમચી કીચનકીંગ મસાલો
  10. ૧ ચમચી કસૂરી મેથી
  11. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  12. ૧/૨ ચમચી જીરૂ પાઉડર
  13. ૧ ચમચી સફેદ માખણ
  14. ૨ ચમચી ટોમેટો સોસ
  15. ખડા મસાલા:
  16. ૨ ઈલાયચી અને મોટી ઈલાયચી
  17. ૨ લવિંગ અને તમાલપત્ર
  18. વ્હાઇટ પેસ્ટ:
  19. ૧ કપ કાજુ
  20. ૧/૨ કપ મગજતરી
  21. ૧/૪ કપ ખસખસ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કાજુ,મગજતરી અને ખસખસ ગરમ પાણી માં 1/2 કલાક રાખી વ્હાઈટ પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    ગરમ પાણી માં ટામેટાં નાખી દસ મિનિટ ઉકાળી ઠંડા પડે ત્યારે છાલ કાઢીને પ્યુરી બનાવી લેવી.

  3. 3

    એક પેનમાં તેલ અને ઘી લેવું.ખડામસાલા ઉમેરો.આદુ,લસણ અને લીલા મરચાં નાખી સાતરવા.કાંદા ની પેસ્ટ ઉમેરી સાતરવી.ટામેટાં ની પ્યુરી ઉમેરી બધા મસાલા ઉમેરો.

  4. 4

    સ્વાદમુજબ મીઠું નાખવું.વ્હાઇટ પેસ્ટ ઉમેરો.ખાંડ,કસૂરી મેથી અને ટોમેટો સોસ નાખી વીસ મિનિટ થવા દેવી.

  5. 5

    તેલ ઉપર આવે ત્યારે સફેદ માખણ ઉમેરી બરાબર મિક્સ કરવાની.રેડ ગ્રેવી તૈયાર.એકદમ ઠંડી પડે પછી સ્ટોર કરવાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes