ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#RC3

ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.
રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મિડિયમ ટામેટાં
  2. ૭-૮ કળી લસણની પેસ્ટ
  3. સમારેલી ડુંગળી
  4. ૧/૪ કપટોપરા નું બુરું
  5. ૪ ચમચીતેલ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૫-૬ સુકાં લાલ મરચાં
  9. ૧ ચમચીઆંબલી નો પલ્પ
  10. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ / અથવા ૧ ઈંચ આદુનો ટુકડા નાં પીસ
  11. ૧/૨ ચમચીરાઈ જીરું
  12. ૧/૪ ટી સ્પૂનહીંગ
  13. ૧ ચમચીઅડદ ની દાળ
  14. ૧ ચમચીચણાની દાળ
  15. મીઠાં લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ૩ ચમચી તેલ ગરમ કરી ચણાની દાળ, અડદ ની દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્યાર પછી આદું મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ સુકાં લાલ મરચાં, ટોપરા નું બુરું નાખીને ૧ મિનિટ સાંતળો પછી તેમાં ડુંગળી ઉમેરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ટામેટા ના પીસ કરી તે ઉમેરો. ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, આંબલી નો પલ્પ ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ સાંતળી ને ગેસ ઓફ કરી મિશ્રણ ઠંડુ પડે એટલે મિકસી જાર માં લઇ ક્રશ કરી ને ચટણી સર્વિગ બાઉલ માં કાઢી લેવાની અને ત્યારપછી વઘાર કરવાનો.

  3. 3

    વઘાર માટે ૧ ચમચી તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી મીઠાં લીમડાનાં પાન, સુકું લાલ મરચું નાખી વઘાર કરવો. આ વઘાર તરત જ ક્રશ કરેલી ચટણી માં રેડી મિક્સ કરી લેવું.
    તૈયાર છે એકદમ ટેસ્ટી ટામેટાં ની ચટણી.
    નોંઘ:- આ ચટણી માં ગળપણ નથી હોતું તેમ છતાં તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes