ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#RC3
તડકા ટોમેટો કેચપ
શિયાળો હોય ઉનાળો હોય કે...... ચોમાસું... ટામેટા તો લાલ જ હોય અને વડી તેનો કેચપ પણ લાલમલાલ હોય
તો ચાલો આજે ઝરમરતા વરસાદ માં ભોજન કે નાસ્તા સાથે ટામેટા કેચપ માં તડકો કરીને તેને સર્વ કરી એ

ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)

#RC3
તડકા ટોમેટો કેચપ
શિયાળો હોય ઉનાળો હોય કે...... ચોમાસું... ટામેટા તો લાલ જ હોય અને વડી તેનો કેચપ પણ લાલમલાલ હોય
તો ચાલો આજે ઝરમરતા વરસાદ માં ભોજન કે નાસ્તા સાથે ટામેટા કેચપ માં તડકો કરીને તેને સર્વ કરી એ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સાત મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. 1 ટી સ્પૂનતેલ
  2. 2 નંગસૂકા લાલ મરચા
  3. 10 નંગલસણની કળી
  4. 1 કપટોમેટો કેચપ
  5. 1/2 ટી સ્પૂનલાલ મરચું કાશ્મીરી
  6. 1/4 ટીસ્પૂનમીઠું
  7. 2 ટેબલ સ્પૂનશેકેલા તલ
  8. 2 ટેબલ સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની કળીને જીની ક્રશ કરી લેવી હવે એક પેનમાં તેલ મૂકી તેમાં લસણને સાતળવા મૂકો ધીમી આંચ પર તેને સાંતળવા દો

  2. 2

    ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા ઉમેરી ટોમેટો કેચપ મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ મીઠું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો અને સહેજ પાણી ઉમેરી થોડીવાર ખદખદવા દો

  3. 3

    હવે તેમાં શેકેલા તલ મિક્સ કરી ગેસ બંધ કરી કોઈપણ ભોજન સાથે ચટણીની જેમ સર્વ કરો
    તૈયાર છે સરસ મજાની ચટાકેદાર લાલમલાલ લસણ અને તલ ના વઘાર સાથેનું ચટાકેદાર તડકા ટોમેટો કેચપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes