ટોમેટો ચીલી મુરબ્બા (Tomato chilli murabba recipe in Gujarati)

મુરબ્બા કે મુરબ્બો એક અરેબિક શબ્દ છે જેનો મતલબ ગળ્યું અથાણું કે જામ થાય છે. મુરબ્બા ઘણા પ્રકારના ફળોનો ઉપયોગ કરીને બનાવી શકાય જેમાં ખાંડ અને અલગ-અલગ પ્રકારના મસાલા પણ ઉમેરી શકાય.
સામાન્ય રીતે આપણે કાચી કેરીનો ઉપયોગ કરીને મુરબ્બો બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા ટામેટા અને લાલ સુકા મરચા નો ઉપયોગ કરીને મુરબ્બો બનાવ્યો છે જે સ્વાદમાં ખાટો, મીઠો અને સ્પાઈસી હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#EB
#cookpadindia
#cookpad_gu
ટોમેટો ચીલી મુરબ્બા (Tomato chilli murabba recipe in Gujarati)
મુરબ્બા કે મુરબ્બો એક અરેબિક શબ્દ છે જેનો મતલબ ગળ્યું અથાણું કે જામ થાય છે. મુરબ્બા ઘણા પ્રકારના ફળોનો ઉપયોગ કરીને બનાવી શકાય જેમાં ખાંડ અને અલગ-અલગ પ્રકારના મસાલા પણ ઉમેરી શકાય.
સામાન્ય રીતે આપણે કાચી કેરીનો ઉપયોગ કરીને મુરબ્બો બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા ટામેટા અને લાલ સુકા મરચા નો ઉપયોગ કરીને મુરબ્બો બનાવ્યો છે જે સ્વાદમાં ખાટો, મીઠો અને સ્પાઈસી હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#EB
#cookpadindia
#cookpad_gu
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા લાલ મરચાં ને ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ તેને ઝીણા ટુકડા માં કાપી લેવા. ટામેટાને ચોપર માં અથવા તો ચોપિંગ બોર્ડ પર એકદમ બારીક સમારી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં બધા આખા મસાલા ઉમેરીને ઝીણા સમારેલા કાંદા અને લસણ ની પેસ્ટ ઉમેરવા. કાંદાને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા અને ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું ઉમેરવું.
- 3
હવે તેમાં લાલ મરચાં ઉમેરીને મધ્યમ તાપ પર ઢાંકી ને 10 મિનીટ સુધી પકાવવું. ત્યારબાદ તેમાં કાશ્મીરી મરચું અને ખાંડ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું અને મીડીયમ તાપ પર પકાવવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.
- 4
મીડીયમ થી ધીમા તાપ પર 15 થી 20 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી ટામેટા નું મિશ્રણ થોડું જાડું થઈ જાય ત્યાં સુધી પકાવવું અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઠંડું પડતાં આ મિશ્રણ વધારે જાડું બની જાય છે. રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરીને એર ટાઈટ કન્ટેનરમાં અથવા તો કાચની બરણી માં ભરી લેવું.
- 5
ટોમેટો ચીલી મુરબ્બા ને થેપલા, પરાઠા સાથે પીરસી શકાય અથવા તો સ્ટાર્ટર સાથે ડીપ કે ચટણી તરીકે પણ પીરસી શકાય. સેન્ડવિચ કે વરૅપ માં સ્પ્રેડ તરીકે પણ વાપરી શકાય.
Similar Recipes
-
ટોમેટો ચીલી મુરબ્બો (Tomato Chilli Murabbo Recipe In Gujarati)
કેરી નો મુરબ્બો તો આપણે બધા બનાવતા જ હોય પરંતુ ટામેટાં માંથી બનેલ આ મુરબ્બો નો ટેસ્ટ ખૂબ જ સરસ છે અને આપણે આ મુરબ્બો કોઈ પણ સિઝન માં ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ .રોટલી,પરાઠા અને ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે.સેન્ડવિચ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે. Bhavini Kotak -
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલો ટોમેટો રાઈસ (Vagharelo tomato rice recipe in Gujarati)
આપણે ચોખા ના ઉપયોગ થી ઘણા પ્રકાર ના પુલાવ કે મસાલા ભાત બનાવતા હોઈએ છીએ. વઘારેલો ભાત ખૂબ સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે જે ખૂબ ઝડપથી બની જાય છે. મેં ટામેટા નો ઉપયોગ કરી ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં વઘારેલો ટોમેટો રાઈસ બનાવ્યો છે જે અલગ અને સ્વાદિષ્ટ બને છે. આ ભાત ખાટું અથાણું, દહીં અને પાપડ સાથે ખાવાનું ની ખૂબ મજા આવે છે.#CB2#cookpadindia#cookpad_gu spicequeen -
ટામેટાં ધનિયા શોરબા
ટામેટાં ધનિયા શોરબા એક ભારતીય સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ ફેવરફૂલ સૂપ છે જે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય. આ સૂપ ખૂબ જ હેલ્ધી છે અને ડાયટિંગ કરવા વાળા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.#RB19#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
ટોમેટો રસમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ભારતીય મસાલા ના ઉપયોગથી બનેલો તીખો અને ખાટો ટોમેટો રસમ પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ટોમેટો રસમ ને સૂપ તરીકે, ભોજનની સાથે અથવા તો ફક્ત ભાત સાથે પણ પીરસી શકાય. ટોમેટો રસમનો સ્વાદ એમાં વપરાયેલા મસાલા ના લીધે આપણે જે સામાન્ય રીતે ટોમેટો સૂપ બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ લાગે છે.#SJC#MBR3#cookpadindia#cookpad_gu spicequeen -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati)
બધા ના ધરે ગરમ મસાલો બનતો જ હોય છે પણ આ એક અલગ રીતે બનાવેલો છે. જે તમે શાક અને દાળ જેમાં ગરમ મસાલા ની જરૂર પડે એમાં વાપરી શકાય અને રોજીંદા શાક અને દાળ માં પણ લઈ શકાય છે. Dimple 2011 -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
કેરીનો મુરબ્બો (Mango Murabba Recipe in Gujarati)
#EB#week4આ મુરબ્બો ખૂબ ઝડપી બની જાય છે અને ખૂબ સ્વાદિષ્ટ છે. Sonal Modi -
બેંગન લોન્જી (Baingan Lonje recipe in Gujarati)
બેંગન લોન્જી એ ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવતા રીંગણના એક શાક નો પ્રકાર છે. આ શાકમાં કાંદા અને આખા મસાલા ને પીસીને એક પેસ્ટ તૈયાર કરવામાં આવે છે જે રીંગણના બે ટુકડા કરી એના પર લગાડીને પછી રીંગણને પેનમાં પકાવવામાં આવે છે. સ્વાદમાં એકદમ જ અલગ લાગતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#નોર્થ#પોસ્ટ12 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (32)