રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમાં મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટામેટાં અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે. પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓ માંની એક છે, અલગ અલગ રીતે તેને બનાવવામાં આવે છે, પણ જીરા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#rainbowchallenge
#week3
#redrecipes
#RC3
#cookpadgujarati
#cookpadindia
#rajma
#rajmachawal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. 🏵️રાજમા બનાવવા-
  2. ૨ કપરાજમા
  3. ૨ ચમચીઘી
  4. ૩ ચમચીતેલ
  5. ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. મોટા કાંદાની કતરણ
  7. ટામેટાંની પ્યુરી
  8. ૧ ચમચીકસૂરી મેથી
  9. ૧ ચમચીઆમચૂર પાઉડર
  10. ૧ ચમચીકોથમીર
  11. ૧/૪ ચમચીહિંગ
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. મીઠું સ્વાાનુસાર
  17. 🏵️ચાવલ બનાવવા-
  18. ૨ કપચોખા
  19. ૧ ચમચીજીરું
  20. ૨ ચમચીઘી
  21. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રાજમા ધોઈને ૭ કલાક પલાળવા, પછી કૂકરમાં મીઠું નાખી ૫ સીટી કરી બાફી લો. હવે, એક કડાઈમાં તેલ ગરમ કરી કાંદાની કતરણ ઉમેરી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળીને એક થાળીમાં કાઢી ઠંડા થવા દો, ત્યારબાદ મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી આદુ-લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરીને ૨ મિનીટ માટે સાંતળી લો. ત્યારબાદ કાંદાની પેસ્ટ ઉમેરીને તેમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું પાઉડર, ગરમમસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારપછી ઢાંકીને ૫ મિનીટ ચડવા દો.

  3. 3

    મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા રાજમા (૧/૨ વાટકી જેટલા રાજમા સ્મેશ કરી લેવા) ઉમેરી ૧૦ મીનીટ બફાવા દો. હવે, તેમાં આમચૂર પાઉડર, કસૂરીમેથી અને કોથમીર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  4. 4

    ચાવલ બનાવવા બાસમતી ચોખાને ધોઈ ૨ કલાક પાણીમાં પલાળી રાખો. પછી કડાઈમાં ઘી ગરમ કરી જીરું તતડે પછી તેમાં ચાવલ ઉમેરી મિક્સ કર્યા પછી પાણી, મીઠું નાખી ઉકાળીને ચાવલ બાફી લો. ગરમા ગરમ રાઈસ સાથે રાજમા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes