ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબટાકા
  2. 2કેપ્સિકમ ચોરસ સમારેલા
  3. ૨ નંગચોરસ સમારેલી ડુંગળી
  4. 1 ચમચીકોર્ન ફ્લોર
  5. 5 ચમચીચોખાનો લોટ
  6. ડ્રેગનસોસ બનાવવા માટે
  7. 1 ચમચીરેડ ચીલી સોસ
  8. 2 ચમચીટોમેટો સોસ
  9. 1 ચમચીમરચું
  10. 2 ચમચીકોર્ન ફ્લોર
  11. 1/2 કપ પાણી
  12. સ્વાદ મુજબ મીઠું
  13. વઘાર માટે નીચે મુજબ
  14. 2 ચમચીતેલ
  15. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. શેકેલા તલ
  18. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને છોલીને ધોઈ ઉભી સ્લાઈસ કરી દેવી પછી તેને બે ત્રણ વાર ધોઈ એક પેણીમાં પાણી મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું નાખી પછી બટાકાની સ્લાઈઝ એડ કરવી અને બટાકાની સ્લાઈઝ70% ચડી જાય તેવા રાખવા પછી તેને કોરા કપડાં પર 10 15 મિનિટ સુધી કોરા કરવા

  2. 2

    હવે બટાકા ની સ્લાઈસકોન ફ્લોર અને કણકી ના લોટમાં રગદોળી દેવા પછી એક બાઉલમાં કોનફ્લોર ખીરુ કરી તેને એક કડાઈમાં તેલ મૂકી તેરી ગરમ થાય એટલેતળી લેવા પહેલા એક વાર તળી લઈ કાઢી લઇ પછી બીજીવાર તળવા એકદમ ક્રિસ્પી પોટેટો ચિપ્સ તૈયાર થાય છે

  3. 3

    હવે એક કડાઈમાં ચમચી તેલ મૂકી તલ આદુ-મરચા-લસણની પેસ્ટ સાતરી સ્લાઈસ કરેલા ડુંગળી અને કેપ્સિકમ એડ કરી ચડવા દેવું ગેસ ફાસ્ટ જ રાખવો એચડી જાય પછી ઉપર મુજબ મસાલો કરેલું ડ્રેગન સોસએડ કરી હલાવવું અને પાંચથી દસ મિનિટ ચડવા દેવું એચડી જાય પછી તેમાં ઉપર બનાવેલા પોટેટો ચિપ્સ એડ કરી બધું મિક્સ કરવું તો તૈયાર છે ડ્રેગન પોટેટો તેને તલ અને ધાણાથી ડેકોરેટ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes