ખીચું (Khichu Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકી- ચોખાનો લોટ
  2. ૩ વાટકી- પાણી
  3. ૨ ચમચી- જીરુ
  4. ૬/૭ - લીલાં મરચાં
  5. ૧ વાટકી - કોથમીર
  6. ૨ ચમચી મેથીનો સંભાર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાના લોટને ચાળી લેવો.

  2. 2

    ખરલમાં જીરું, લીલાં મરચાં અને કોથમીરને વાટી લેવા. જીરું અધકચરું રાખવું.

  3. 3

    હવે એક તપેલીમાં બે વાટકી પાણી ગરમ કરવું.
    તેમાં વાટેલો મસાલો અને મીઠું નાખીને તેજ આંચ પર ૫/૭ મીનીટ ઉકળવા દેવું.

  4. 4

    હવે ચોખાના લોટમાં એક વાટકી પાણી નાખીને ખીરું બનાવવું અને ઉકળતા પાણીમાં નાખીને બરાબર હલાવવું. ગેસની આંચ ધીમી રાખવી. પાંચ મીનીટ સુધી ચડવા દેવું ત્યાર બાદ તપેલીને ઢોકળીયામાં ૧૦ મીનીટ સુધી બાફી લેવું.

  5. 5

    હવે ગરમ ખીચું, તેલ અને મેથીનો સંભાર નાખીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes