લીલી ચટણી (Green chutney recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#RC4
#green
#chutney
#coriander
#mint
#chilli
#sidedish
#spicy
#CookpadIndia
#COOKPADGUJRATI
જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામકોથમીર
  2. 50 ગ્રામફૂદીનો
  3. ૫-૬લીલા મરચા
  4. અડધી ચમચી સિંગદાણા
  5. અડધી ચમચી દાળિયા
  6. 1 ચમચીખાંડ
  7. 2 ચમચીલીંબુનો રસ
  8. પા ચમચી મીઠું
  9. પા ચમચી જીરૂં
  10. પા ચમચી સંચળ
  11. પા ચમચી સુંઠ અથવા તો સુકવેલ આદું
  12. 5/6બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોથમીર, ફૂદીના અને લીલા મરચા ને સાફ કરી તેને ધોઈને નિતારી લો.

  2. 2

    હવે એક મિક્સર નાં ચટણી નાં જારમાં માં ઉપર ની બધી જ સામગ્રી લઈને તેને ક્રશ કરી લો (નોંધ: બરફના ટુકડા ઉમેરીને ચટણી ક્રશ કરવાથી તેનો કલર સરસ લીલો જ રહે છે.)

  3. 3

    તો તૈયાર છે આપણી તીખી અને સ્વાદિષ્ટ લીલી ચટણી સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes