પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
શેર કરો

ઘટકો

1 કલાક
5 થી 6 લોકો
  1. પૂરી માટે
  2. 250 ગ્રામરવો
  3. તળવા માટે તેલ
  4. જરૂર પુરતું પાણી
  5. 100 ગ્રામફુદીનો
  6. 3-4મરચા
  7. 2 ચમચીજલજીરા
  8. 1 ચમચીસંચળ પાઉડર
  9. 2લીબુ
  10. 1 ચમચીપાણીપુરી મસાલો
  11. 50 ગ્રામઆંબલી
  12. 1 વાટકીમરચુ પાઉડર
  13. મીઠું પાણી માટે
  14. 50 ગ્રામગોળ
  15. ફુદીના નું પાણી
  16. 500 ગ્રામબટાકા
  17. 200 ગ્રામચણા
  18. 2 ચમચીગરમ મસાલો
  19. 100 ગ્રામસેવ
  20. 100 ગ્રામકોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો લો. તેમાં મીઠું નાખી ને લોટ તૈયાર કરી ને સફેદ મલમલના કાપડ માં 30 મિનિટ માટે રાખી દો.

  2. 2

    બાજુ માં એક મિક્સરના જાર માં ફુદીનો,મરચુ,લીબુ,મીઠું, જલજીરા,ફુદીના પાઉડર બધું મિક્સ મિક્સર માં ક્રશ કરી લો.તેને ગરણી વડે ગાળી લો. સાઈડ માં ગૅસ પર આંબલી બાફવા મૂકી દેવી.પછી ફોદીના તૈયાર પાણી માં 50 ગ્રામ ગોળ નાખીને મીઠુ પાણી તૈયાર કરો.આંબલી બફાઈ જાય એટલે તેમાં આંબલી, ગોળ,મીઠુ બધુંજ મિક્સ કરો.ખાટી ચટણી તૈયાર કરી લો.

  3. 3

    ત્યારબાદ એક કૂકરમાં બટાકા અને ચણા મીઠુ નાખીને બાફવા મૂકી દો બફાઈ જાય એટલે તેમાં મરચુ પાઉડર, ગરમમસાલો,મીઠું નાખી ને મસાલો તૈયાર કરી લો.તેલ ગરમ કરવા મૂકી દો. પુરીનો લોટ તૈયાર છે તેને મસળી ને પુરીના નાના લુવા તૈયાર કરો. નાની નાની પૂરી વણી ને ગરમ તેલમાં તળલી લો.

  4. 4

    એક પ્લેટમાં પૂરી તૈયાર કરો.તેમાં બટાકા ચણા નો તૈયાર કરેલો મસાલો ભરી ઉપર કોથમીર અને સેવ છાંટો.પછી તેને ફુદીનાનું પાણી, આંબલી નું પાણી,ગોળનું મીઠું પાણી ત્રણેય પાણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes