મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#MRC
ભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..
વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..
તો આવો,ભજીયા ની રેસિપી બતાવું..

મારૂ ભજીયા (Maaru Bhajiya Recipe In Gujarati)

#MRC
ભજીયા ના ફેમિલી માં આ ભજીયા મોખરે છે એમ કહી શકાય, કેમ કે ના વધારે પડતા મસાલા કે ના વધારે લોટ કે ના વધારે પડતી પળોજણ..અમારા કેન્યા ના ફેમસ આ ભજીયા ની રેસિપી જોઈ ને જરૂર ટ્રાય કરજો,બીજા બધા ભજીયા ભૂલી જશો એ મારી ગેરંટી..
વડી, એની ચટણી પણ બહુ જ યુનિક છે અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે..ટોમેટો કેચઅપ કે બીજા સોસ ની જરૂર જ નઈ પડે..
તો આવો,ભજીયા ની રેસિપી બતાવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ ચટણી
૨ વ્યક્તિ માટે
  1. ૩ નંગબટાકા
  2. ૨ ચમચા ચણા નો લોટ
  3. ૨ ચમચા ચોખા નો લોટ
  4. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૨ ચમચા તાજા કાપેલા લીલા ધાણા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ તળવા માટે
  11. ચટણી માટે.:
  12. ટામેટા
  13. ડૂંગળી
  14. કાકડી
  15. નાનું કેપ્સિકમ
  16. ચમચો લીલા ધાણા
  17. ૧ નંગમરચું
  18. ૧ ચમચીમીઠું
  19. ચમચો વિનેગર
  20. ટામેટા ની ચટણી માટે.:
  21. ૧ નંગટામેટું
  22. ૧ ચમચીલીલા ધાણા
  23. ૧ નંગઝીણું કાપેલું મરચું
  24. ૧ ચમચીશેકલું જીરું પાઉડર
  25. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ ચટણી
  1. 1

    મોટા બટાકા પસંદ કરી તેને ધોઈ,છાલ ઉતારી ગોળ પઈતા કરી પાણી માં ૨-૩ વાર ધોઈ કપડાં પર કોરા કરી લો..

  2. 2
  3. 3

    ત્યારબાદ એક પહોળી થાળી માં બટાકા ના પૈતા લઈ તેમાં ચણા નો લોટ,ચોખાનો લોટ,તથા બતાવેલ બધા મસાલા અડ કરી મિક્સ કરી લો..જરૂર પડે તો જ એક ચમચી પાણી ઉમેરવું..મસાલા અને બટાકા ના moisture માંથી જ લોટ ભીનો થઈ જશે..

  4. 4

    તેલ મધ્યમ ગરમ કરો અને એક એક પૈતું લોટ ચોંટેલું હોય તે પ્રમાણે તેલ માં મૂકતા જાવ..વધારે પડતાં નઈ ભરી લેવાના..તેલ માં ડૂબે એટલા જ ભરી ને હલાવી કડક ભજીયા તળી ને કિચન ટોવેલ પર મૂકી એક્સ્ટ્રા તેલ સોક કરી લેવું..
    મારૂ ભજીયા તૈયાર છે..

  5. 5
  6. 6

    કાકડી,કેપ્સિકમ ડુંગળી,ટામેટું,ધાણા અને મરચું એ બધું ચોખ્ખા પાણી થી ધોઈ કટકા કરી ચોપર માં ક્રશ કરી લો.પછી તેમાં મીઠું અને વિનેગર નાખી હલાવી લો..
    ચટણી તૈયાર છે..

  7. 7

    ટામેટા ની ચટણી માટે...
    ટામેટા ને ગ્રેટ કરી તેમાં મીઠું,શેકેલું જીરું પાઉડર,કાપેલા ધાણા અને મરચા ના ઝીણા કટકા નાખી હલાવી લો..
    ચટણી તૈયાર છે..

  8. 8

    ઝરમર વરસાદ માં ભજીયા ખાવાનું જ મન થાય, તો આ ભજીયા મોન્સુન મોસમ માટે the best option છે..એન્જોય...😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes