ચીલી પોટેટો (Chili Potato Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીલી પોટેટો.બાળકો ના ફેવરિટ મનચયુરિયન નું હોમ મેડ હેલ્ધી વઝૅન. ઝટપટ બની જાય એવી વાનગી.

ચીલી પોટેટો (Chili Potato Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીલી પોટેટો.બાળકો ના ફેવરિટ મનચયુરિયન નું હોમ મેડ હેલ્ધી વઝૅન. ઝટપટ બની જાય એવી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨/૩ મડિયમ સાઈઝ બટાકા
  2. ૩ કપપાણી
  3. ૧ ચમચીમીઠું પાણી માં નાખવા
  4. ૨ ચમચીકોર્ન ફ્લોર
  5. ૨ ચમચીમેંદો
  6. ૨ ચમચીસોયા સોસ
  7. ૨ ચમચીવિનેગર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ ચમચીટામેટા કેચપ
  10. ૧ ચમચીસફેદ તલ
  11. ૧/૪ ચમચીમરી પાઉડર
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું મેરીનેશન માટે
  14. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  15. તેલ તળવા માટે
  16. ૫/૭ ઝીણું સમારેલું લસણ
  17. નાનો ટુકડો આદુ ઊભી ચીરી કરેલું
  18. ડુંગળી ચોરસ કટકા કરેલી
  19. કેપ્સીકમ ઊભી સમારેલી
  20. ૧/૨ કપકોર્ન ફ્લોર ની સલ્રરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં પાણી માં મીઠું નાખીને ઊકળવા મૂકવું.‌પછી તેમાં ઊભા કાપેલા બટાકા નાખી,૨-૩ મિનિટ સુધી રહેવા દો. અધકચરા બાફી લો. પછી પાણી માં થી કાઢી લો અને થોડા ઠંડા થવા દો

  2. 2

    હવે એક બાઉલમાં બટાકાકાઢી લો. તેમાં હળદર, મરચું, મીઠું, કોર્ન ફ્લોર, મેંદો નાખી હલાવો. હવે થોડું પાણી નાખી હલાવો જેથી મસાલો સારી રીતે ભળી જાય.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને મેરીનેટ કરેલા બટાકા ને ગોલ્ડન, ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે એક કડાઈમા ૨‌‌ ચમચી તેલ નાખી ગરમ કરી તેમાં આદુ અને લસણ નાખી વધારો પછી ડુંગળી અને કેપ્સિકમ નાખી હલાવો.

  5. 5

    પછી તેમાં કેચપ, સોયા સોસ, વિનેગર, મરી પાઉડર, મરચું મીઠું નાખી સાંતળો. હવે તેમાં સલરી નાખી હલાવો

  6. 6

    થોડું ઘટ્ટ થાય એટલે તેમાં સફેદ તલ નાખી હલાવો.ગેસ બંધ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચીલી પોટેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

Similar Recipes