વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 1 ચમચો તેલ
  3. 1/2 ચમચીસોડા એશ
  4. 1/4 ચમચી અજમો
  5. 1 ચમચીહિંગ
  6. 1/2 ચમચીઅધકચરા વાટેલા મરી
  7. 1 વાટકીઝીણી સમારેલી લીલી મેથી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે
  10. સર્વ કરવા માટે,
  11. તીખો સંભારો
  12. મીઠો સંભારો
  13. તળેલા મરચા અને ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસન લઈ તેમાં આજમાં, હિંગ, સોડા, મરી, મીઠું, તેલનું મોણ અને લીલી મેથી નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો મીડયમ ગાંઠિયા વણાય તેવો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ લોટમાં થોડું થોડું ગરમ તેલ નાખી ને લોટને એકદમ કલર બદલે ત્યાં સુધી મસળો. હવે લાકડા નાં પાટલા પર થોડો લોટ લઈ હાથની હથેળી અને આંગળાં વચ્ચે રાખી ને વણી લો.

  3. 3

    ત્યારબાદ તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. આને તેને ગરમા ગરમ સંભારા, ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ લીલી મેથી વાળા વણેલા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ (6)

RITA
RITA @RITA2
અમારા જુનાગઢ માં મલે છે કે નહી એ તપાસ હું કરી લઈશ.

Similar Recipes