મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.
#GA4
#week19
#methi
#cookpadindia

મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)

સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.
#GA4
#week19
#methi
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૧ કપ(૧૫૦ ગ્રામ) બેસન
  2. ૧/૨ કપએક દમ બારીક સમારેલી મેથી
  3. ૧ ચમચીપાપડીયો ખારો/1/4 ચમચી થી ઓછો ગાંઠિયા નો સ્પેશિયલ સોડા
  4. ૧ ચમચીતેલ મોણ માટે
  5. ૧ ચમચીઅજમો
  6. ૧ ચમચીખાંડેલા મરી
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 કપ પાણી
  10. ૨ ચમચીતેલ કેળવવા માટે
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મેથી ને એક દમ જીણી સમારી લેવી. મોટા વાસણમાં મીઠું, હિંગ, ગાંઠિયા નો સ્પેશિયલ સોડા, અજમો, મરી, તેલ ઉમેરો.

  2. 2

    ૨ ચમચી પાણી ઉમેરી એક દમ સરસ રીતે ફીણી લો. પછી મેથી ઉમેરી બરાબર હલાવી લો. લોટને ચાળીને ઉમેરી દો.

  3. 3

    થોડું થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. ૫-૭ મિનિટ એક દમ સરસ રીતે મસળી લો. તેલ ઉમેરી કુણવી લો. થોડી વાર રેસ્ટ આપવો.

  4. 4

    ગાંઠિયા વણી ને ગરમ તેલમાં ખૂબ જ ધીમે તાપે તળી લો.

  5. 5

    ગરમ ગરમ ચા, ગાજર પપૈયાં ના સંભારા, તળેલા મરચાં સાથે સર્વ કરવું. તૈયાર છે ગરમાગરમ મેથી ના વણેલા ગાંઠિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes