વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

આ લૉકડાઉંન એ અને કોરોના એ આપણને કેટકેટલું શીખવાડ્યું! મેં પણ એનો જ લાભ લઇ ખરાબ સમય માં પણ કંઈક પોઝિટિવ વિચાર કરી લૉકડાઉંન નો આભાર માનવો જ રહ્યો .. નવું નવું શીખવા મળે છે એમ માની આજે વણેલા ગાંઠિયા બનાવવા નો પ્રયાસ કર્યો... 👍આશા છે તમને પણ ગમશે... 🥰મારી વહાલી સખીઓ.. આ કપરા સમય માં નિરાશ ન થતા cookpad જેવી સખી ના સાથ ના કારણે આપણને નવું શીખવાનો મોકો મળે છે,જેની હું આભારી છું.🙏be positive.. Be safe.. Stay at home friends.. Take care🙏

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1 કપબેસન
  2. 1 tbspતેલ
  3. 1 tspઅજમો
  4. મીઠું જરૂર મુજબ
  5. 1/4 tspખારો પાપડીયો
  6. 2-3 tbspપાણી
  7. ચપટીહિંગ
  8. ચપટીમરી નો ભૂકો
  9. તેલ તળવા માટે
  10. બેસન ની કઢી બનાવવા ની સામગ્રી :
  11. 1/4 કપબેસન
  12. 1/4 કપદહીં
  13. પાણી જરૂર મુજબ
  14. મીઠું જરૂર મુજબ
  15. 1 tspખાંડ
  16. 1 tspલીંબુ નો રસ
  17. 1/4 tspરાઈ
  18. 1/8 tspમેથી ના દાણા
  19. ચપટીહિંગ
  20. ચપટીહળદર
  21. 1 tspજીણું કાપેલું લીલું મરચું
  22. 1 tbspતેલ
  23. પપૈયા નો ઇન્સ્ટન્ટ સંભારો:
  24. 1પપૈયાં ની છીણ
  25. 1 tspખાંડ
  26. 1 tspલાલ મરચું પાઉડર
  27. 1 tspલીબું નો રસ
  28. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1કપ બેસન ને ચાળી લેવાનો છે. પછી તેમાં માપ મુજબ તેલ, મીઠું, અજમો, ખારો પાપડીયો નાખી 2થી 3 ટેબલ સ્પૂન જ પાણી લઇ કઠણ લોટ બાંધવાનો છે.

  2. 2

    લોટ ને 1/2 કલાક રેસ્ટ આપવાનો છે. ત્યાર બાદ હાથ વડે સહેજ જ તેલ વાળો હાથ કરી ખૂબ મસળી લેવાનો છે. લોટ એકદમ સફેદ અને થોડો નરમ જેવો થશે.પછી તેમાંથી એક લુવો પાડી પાટલા પર લાંબો રોલ જેવો આકાર આપી છેલ્લી આંગળી નીચે ના હાથ ના ભાગ વડે આગળ પાછળ દબાવી ટ્વિસ્ટ કરતાં આવાનું. અથવા મેં અહીં સહેલી રીત બતાવી છે એ મુજબ રોલ કરી હાથ ના સાઇડે ના ભાગ વડે વચ્ચે વચ્ચે સહેજ જગ્યા રાખી પ્રેસ કરી ટ્વિસ્ટ કરતાં જવુ. આ એકદમ સરળ રીત છે.

  3. 3

    આમ તેને હવે આપણે ધીમા તાપે તેલ માં તળી લેવાના છે.તળાઈ ગયા બાદ તેના પર હિંગ, મરી છાંટવાનું છે જેથી સ્વાદ બઉ જ સરસ લાગશે. તો તૈયાર છે આપના વણેલા ગાંઠિયા.

  4. 4

    કઢી બનાવવા આપણે બેસન માં દહીં,મીઠું ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી એક બેટર જેવું બનાવી લેવું.

  5. 5

    હવે તેલ લઇ તેમાં રાઈ, મેથી, હિંગ, નો વગાર કરી તેમાં લીલું મરચું, હળદર નાખી બેસન નું મિશ્રણ નાખવાનું. થોડી વાર ઉકાળી લીંબુ નો રસ નાખી ગરમ સર્વ કરવી ગાંઠિયા જોડે.

  6. 6

    પપૈયા ના સંભારા માટે પપૈયા નું છીણ કરી ઉપર મુજબ ના મસાલા ઉમેરી હાથ વડે સહેજ ચોળી મિક્સ કરી લેવું. બસ તૈયાર છે આપનો ઇન્સ્ટન્ટ સંભારો. તો હવે આપના ગાંઠિયા ને આ સંભારો, કઢી, તળેલા લીલા મરચાં, રાજકોટ ની લીલી ચટણી,... જે બધા ને ભાવે એના જોડે ગરમાગરમ સર્વ કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes