રાંધવાની સૂચનાઓ
- 1
ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ મોરા મોટી સાઈઝ ના મરચાને બરોબર દ્યોયને લૂછી ને તેને ચપ્પુની મદદ થી વચ્ચે થી કટ કરી તેમાંથી બીજ દૂર કરી રેડી કરવા.
- 2
ત્યાર બાદ મરચામાં ભરવા માટે સ્ટફીંગ બનાવવા બે મોટી સાઈઝ ના બટેકા બાફીને તેને જીણા ટુકડા કરી એક બાઉલ માં લઈ લેવા.
હવે તેમાં વરિયાળી લાઈટ રોસ્ટ કરી ગગરું પીસેલી, આખા ધાણા ને લાઈટ રોસ્ટ કરી ગગરું પીસેલ, આમચૂર પાઉડર, જીરું પાઉડર,ચપટી આખું જીરું, કાશ્મીરી મરચું પાઉડર, લીલા ધાણા બારીક સમારેલા,ચપટી હીંગ,મીઠું સ્વાદ પ્રમાણે, બૂરું ખાંડ, લીંબુનો રસ,તલ નાખીને બરોબર મીક્ષ કરી લેવું. - 3
હવે બનાવેલ બટાકાના સ્ટફીંગ ને ફાડેલા મરચામાં બરોબર રીતે ભરીને મરચાને રેડી કરી લેવા.
- 4
હવે મરચાના ભજીયા બનાવા માટે બેટર તૈયાર કરવા માટે બેસન એક બાઉલ માં લઈ
તેમાં હળદર,મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી બરોબર મીક્ષ કરવું.
હવે તેમાં યોગ્ય પ્રમાણ માં પાણી ઉમેરતા જઈ
મરચાના ભજીયા બનાવા યોગ્ય ઘટ્ટ બેટર તૈયાર કરી લેવું. - 5
હવે એક વાસણ માં મરચાના ભજીયા તળવા માટે...
યોગ્ય માત્રામાં તેલ લઈ તળવા યોગ્ય બને ત્યાં સુધી ગરમ થવા દો
ત્યારબાદ સ્ટફીંગ ભરીને રેડી કરેલા મરચાને બેસન માં રગદોળી ને
એક પછી એક તેલમાં તળી લેવા. - 6
તો તૈયાર છે ગરમા ગરમ...
ખૂબજ સ્વાદિષ્ટ ભરેલા મરચાના ભજીયા...🥰😋❤️ - 7
મેં અહીં ડુંગળી ના ભજીયા પણ બનાવ્યા છે.. તેના માટે ડુંગળી ને થીક રાઉન્ડ શેપ માં કટ કરી તેને બેસન ના બેટર માં ડીપ કરી સ્પૂન ની મદદથી તેલમાં ફ્રાય કરી લેવા...
તૈયાર છે પ્યાજ પકોડા જે ખાવાં માં ખૂબ જ ટેસ્ટી લાગે છે 🤗નોંધ: સ્પૂન ની મદદથી જ ડીપ કરી ને તેને તેલ માં ફ્રાય કરવા કેમ કે હાથ ની મદદ લેવા જશો તો તેની અંદર રહેલી રીંગ છૂટી પડી જાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા મરચાના ભજીયા(stuffed marcha bhajiya recipe in Gujarati)
#GA4 #Week13આ વાનગી વિશે એમ કહેવાય છે કે એ મૂળ રાજસ્થાન થી આવી છે.અને મારવાડી લોકો દ્વારા બનાવેલ મરચાના ભજીયા ખૂબજ સરસ લાગે છે.આ ભરેલા મરચાના ભજીયા માટે જોધપુર ખૂબજ પ્રખ્યાત છે.માટે તેને જોધપુરી મરચા વડા તરીકે પણ ઓળખાય છે.ભરેલા મરચાના ભજીયા જ્યારે આબોહવા ઠંડી હોય એટલે કે...એ શિયાળો અને ચોમાસા ની ઋતુ માં ખાવાની ખુબજ મજા આવે છે.મરચા ઘણા બધા પ્રકારના જોવા મળે છે.જેમાં મોટી સાઈઝ ના મોરા મરચા...ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે બેસ્ટ છે.આ ઉપરાંત જો મોટા મરચા ના મળે તો,ભાવનગરી મરચા અથવા કોઈ પણ મોરા અથવા મીડીયમ તીખા મરચાનો ઉપયોગ કરી ભરેલા મરચાના ભજીયા બનાવી શકાય છે. NIRAV CHOTALIA -
કારેલા ડુંગળી નું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
સેહતમંદ કરેલા અને સાથે ચટાકેદાર સ્વાદ એટલે પેરફેક્ટ ફૂડ ekta lalwani -
-
તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
ઓનિયન ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#RC1#EB#week9 ભજીયા બારોમાસ નાનાં - મોટા બધાનેજ ભાવે. પણ વધારે મઝા તો વરસાદ માં ખાવાની આવે. એમાં પણ ઓનિયન એટલે કે કાંદા નાં ભજીયા મળી જાય તો પૂછવુંજ શું ! Asha Galiyal -
-
-
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
ભરેલા કારેલાનું શાક (Stuffed Bitter Gourd Sabji Recipe In Gujarati)
#EB#week6 કારેલાનું નામ સાંભળીને જ તે કડવા હોવાના કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલાને સ્વાદિષ્ટ અને એકદમ દમદાર બનાવવામાં આવે તો.!!! એકદમ સ્વાદિષ્ટ અને દમદાર કારેલાનું શાક ભરેલા કારેલાં મસાલા. આ એકદમ સ્વાદિષ્ટ રેસિપી છે જેનું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે....સ્વાસ્થ્ય માટે ભરેલા કારેલા મસાલા ડીપ ફ્રાઈ કારેલા કરતાં વધારે સારા છે કેમકે તેમાં ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ભરેલા કારેલાં મસાલામાં કારેલાની અંદર તીખો મસાલો ભરવામાં આવે છે. આને રોજિંદા આહારમાં સામેલ કરી શકીએ છીએ. આ ભરેલા કારેલાંનું શાક તૈયાર થતાં ફક્ત 35 મિનિટ જેટલો જ સમય લાગે છે.કારેલા ડાયાબિટીસ ના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
-
રીંગણ બટાકા નું શાક અને કલાડા ભાખરી (Ringan potato shak recipe in Gujarati (
#MAઆ મારા મમ્મી નું પ્રિય શાક છે. એમના માર્ગદર્શન થી મેં થોડા ફેરફાર સાથે બનાવવા નો પ્રયત્ન કર્યો છે. મમ્મીના હાથ નો સ્વાદ કંઈક અલગ જ હોય છે.પણ અહીં મેં મારું બેસ્ટ આપવાનો ટ્રાય કર્યો છે. I hope ,U all like this..Happy mother's day to my mom and all beautiful mothers.🌹🌹🌹🍒🎂🍫🍫 Nirali Prajapati -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati -
-
લીલી ડુંગળી હળદર નુ શાક (Lili Dungri Haldar Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
-
-
ચટપટી મખના ભેળ (Chatpati Makhana Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ભરેલા મરચાં
#સ્ટફડ મારા ઘર ની પસંદગી ની અને રેગ્યુલર બનતી વાનગી છે. જરૂર થી બનાવજો. બધાંને ભાવસે. Avnee Sanchania -
-
-
More Recipes
ટિપ્પણીઓ (20)