સ્પ્રીંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#EB
Week - 14
સ્પ્રીંગ રોલ
Aayi zoom ke Basant...
Zoome Sang Sang Me....
વસંત ૠતુ ( Spring Season) નું સ્વાગત દરેક દેશ માં જુદી જુદી રીતે થાય છે.... ચાયના માં Spring Season ના પ્રથમ દિવસે Spring Vegetables નો ઉપયોગ કરી Spring Roll બનાવવા નો રિવાજ છે.... ચાયના ના અમુક ભાગ માં સ્પ્રીંગ રોલ ને " પૉપિઆ" કહેવાય છે

સ્પ્રીંગ રોલ (Spring Roll Recipe In Gujarati)

#EB
Week - 14
સ્પ્રીંગ રોલ
Aayi zoom ke Basant...
Zoome Sang Sang Me....
વસંત ૠતુ ( Spring Season) નું સ્વાગત દરેક દેશ માં જુદી જુદી રીતે થાય છે.... ચાયના માં Spring Season ના પ્રથમ દિવસે Spring Vegetables નો ઉપયોગ કરી Spring Roll બનાવવા નો રિવાજ છે.... ચાયના ના અમુક ભાગ માં સ્પ્રીંગ રોલ ને " પૉપિઆ" કહેવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧\૨ કપ ગાજર બારીક ચીરિયા કાપેલી
  2. ૧\૨ કપ કોબી ઝીણી સમારેલી
  3. આદુ બારીક ચીરિયા કાપેલું
  4. ૧ ટેબલ સ્પૂનલસણ ઝીણું સમારેલું
  5. ડુંગળી પતલા ચીરિયા કાપેલી
  6. ૧/૨ કપબેલ પેપર બારીક ચીરિયા કાપેલા
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. લીલુ મરચું ઝીણું સમારેલુ
  9. ૧/૨ ટી સ્પૂનડાર્ક સૉયા સૉસ
  10. ૧/૨ ટી સ્પૂનખાંડ
  11. ૧/૨ ટી સ્પૂનવ્હાઇટ પીપર પાઉડર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧/૨ ટી સ્પૂનકોર્ન સ્ટાર્ચ
  14. ૧ ટેબલ સ્પૂનકોર્નફ્લોર ની સ્લરી
  15. સ્પ્રીંગ રોલ શીટ્સ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ માં ગાજર અને કોબી લઈ એમાં ૧\૨ ટી સ્પૂન મીઠું નાખી મીક્ષ કરો અને એને ૧૦ મિનિટ બાજુ પર રાખો..... ૧૦ મિનિટ પછી એનું પાણી નીચોવી....નીચોવીને કાઢો...

  2. 2

    ૧ પેન માં તેલ ગરમ થયે એમાં આદુ અને લસણ સાંતળો.... હવે કાંદા નાંખો.... એ સોફ્ટ થયે એમાં બેલ પેપર નાંખો....લીલા મરચાં નાંખો....સબ્જી નું પાણી બળી જાય એટલે ગાજર કોબી નાંખો...હલાવી ને ડાર્ક સૉયા સૉસ નાંખો... મીક્ષ કરો... ખાંડ નાંખો....મીઠું નાખો... હવે વ્હાઇટ પીપર પાઉડર મીક્ષ કરો...અને ગેસ બંધ કરી દો અને હવે ખાસ... કોર્નફ્લોર નાંખી મીક્સ કરો જેથી કરીને શાક નું પાણી છૂટે તો એને સોસીલે... ઠંડુ કરવા મૂકો

  3. 3

    હવે ૧ સ્પ્રીંગ રોલ શીટ લઈ એને ગોળ ફરતે સ્લરી લગાવો વચ્ચે ના ભાગ માં સ્હેજ નીચે મસાલો મૂકો... એની ચારે બાજુ સ્લરી લગાવીને ફીટ પેક કરીને રોલ વાળો.... હવે કઢાઈ મા તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ દરેક રોલ ઉપર સ્લરી લગાવી કાચાપાકા તળી લો.... પછી બીજી વાર તળી... બહાર નું પડ એકદમ ફરસ થશે...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes