પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ નંગકેપ્સીકમ
  3. ૧ નંગડુંગળી
  4. ગ્રેવી માટે
  5. ૩ નંગડુંગળી
  6. ૪ નંગટામેટા
  7. ૧૦-૧૨ લસણની કળી
  8. ૮-૧૦ કાજુ
  9. ૧ ટેબલ સ્પૂનમગજતરી ના બી
  10. ૨ ટેબલસ્પૂનતેલ
  11. ૧ ટેબલ સ્પૂનમરચું
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  14. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  15. ૧ ટી.સ્પૂનકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    ગ્રેવી માટે

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં કાજુ, લસણ, ડુંગળી અને ટામેટા અને મગજતરી ના બી નાખી સાંતળી લેવું પછી ઠંડુ થઈ ગયા પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    સબ્જી બનાવવા માટે

    સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર મૂકવું પછી તેમાં ચોરસ સમારેલા કેપ્સિકમ અને ડુંગળી નાંખી સાંતળવું પછી મરચું,હળદર અને ધાણા જીરું અને મીઠું નાખી પછી તેમાં ઉપર રેડી કરેલી પેસ્ટ નાંખીને સાંતળવું.

  3. 3

    પછી અડધા કપ જેટલું પાણી નાખવું પછી તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી નાખવા પછી છેલ્લે પનીરના પીસ નાખી સાંતળી લેવું.

  4. 4

    પછી તેમાં કોલસાને ગરમ કરવો પછી કોબીના એક પાન મૂકી તેના પર ગરમ કોલસા મૂકી ઉપરથી ઘી રેડવું પછી એક ઢાંકણ ઢાંકી દેવું પાંચ મિનિટ રાખી પછી કોલસાને તેમાંથી લઈ લેવો.

  5. 5

    પછી તૈયાર સબ્જીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes