પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ મલાઈ પનીર
  2. ૩ નંગટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. ૩ નંગલીલા મરચા
  6. ૧ ટુકડોઆદુ
  7. ૧૦ નંગ કાજુ
  8. ખડા મસાલા : તજ,લવિંગ,મરી, લીલી ઇલાયચી,આખા ધાણા,જીરુ
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. 1 ચમચીકિચન કિંગ મસાલો
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1/2 ચમચી હળદર
  13. 1/2વાટકી મલાઈ
  14. વઘાર માટે તેલ
  15. ધુંગાર આપવા માટે એક ટુકડો કોલસો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં આદુ મરચા બધાને મીડિયમ સાઇઝના કટ કરી લો પનીરમાંથી અડધા ના ચોરસ ટુકડા અને અડધાને ખમણી ને બાજુ પર રાખો.હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ખડા મસાલા ડુંગળી મરચાં ટામેટા ઉમેરી સહેજ નરમ થાય ત્યાં સુધી સાંતળી લો.અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

  2. 2

    હવે ઠંડુ થઈ જાય એટલે તેમાં કાજુ ઉમેરી મિક્સીમાં ક્રશ કરીને ગ્રેવી તૈયાર કરો.ત્યારબાદ એ જ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી કેપ્સિકમને સાંતળી લો પછી તેમાં તૈયાર ગ્રેવી ઉમેરી મરચું પાઉડર,કિચન કિંગ મસાલો,હળદર, ધાણાજીરૂ, મીઠું ઉમેરી બરાબર હલાવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    હવે તેમાં મલાઈ,ખમણેલું પનીર અને પનીરના ટુકડા ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી લો અગર જરુર જણાય તો સહેજ પાણી ઉમેરો.હવે બીજા ગેસ પર એક કોલસાના ટુકડા ને બરાબર ગરમ કરી અને તૈયાર કરેલ સબ્જીમાં નાની ડીશ મૂકી ધુંગાર આપી તરત જ પાંચ મિનિટ માટે ઢાંકી દો.

  4. 4
  5. 5

    તો તૈયાર છે એકદમ મસાલેદાર પનીર અંગારા સબ્જી જેને આપ નાન, પરોઠા, બટર રોટી,tandoori કુલચા સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes