પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#EB #Week 14

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB #Week 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 4 નંગમોટી સમારેલી ડુંગળી
  3. ૪ નંગમરચા સમારેલા ટામેટા
  4. ૪-૫કળી લસણ
  5. 1મોટો ટુકડો આદુનો
  6. 2લીલા મરચા
  7. 2લવિંગ
  8. 1 ઈલાયચી
  9. 1 ટુકડો તજનો
  10. 4 થી 5 મરી
  11. 1 તમાલપત્ર
  12. ૧ નાની ચમચીકસુરી મેથી
  13. 1 મોટી ચમચીમલાઈ
  14. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. 1 મોટી ચમચીપંજાબી ગરમ મસાલો
  18. 2 મોટી ચમચીતેલ
  19. 8 નંગકાજુ
  20. 1 ચમચીજીરૂ તેલ મૂકી
  21. 2સુકા લાલ મરચા
  22. 1સમારેલું કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

25 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં એક તજ લવિંગ ઈલાયચી સૂકા લાલ મરચા તમાલપત્ર મરી જીરું નાખી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મોટી સમારેલી ડુંગળી નાખી કાજુ આદુ મળે ટુકડો લીલા મરચા અને લસણ નાખી મીઠું નાખી ડુંગળીને બરાબર સાંતળવી

  3. 3

    ડુંગળી બરાબર ચડી જાય એટલે સમારેલા ટામેટા નાખી ટામેટાંને પણ ચડવા દેવા

  4. 4

    પછી આ મિશ્રણને ઠંડુ કરી તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી

  5. 5

    હવે ફરીથી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાખી એમાં બનાવેલી પેસ્ટ નાખી આ પેસ્ટને બરાબર સાંતળવી

  6. 6

    પછી તેની અંદર જરૂર પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ હળદર પંજાબી ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું જરૂર પડે તો થોડું પાણી પણ નાંખો

  7. 7

    હવે તેની અંદર મોટા સમારેલા કેપ્સીકમ ડુંગળી અને પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી લેવું પછી તેની અંદર કસૂરી મેથી અને મલાઈ નાંખી મિક્સ કરી લેવું

  8. 8

    પછી કોલસા ગરમ કરી સબ્જી ની ઉપર ડુંગળીની સ્લાઈસ મૂકવી એની પર કોલસો મૂકી એની ઉપર ઘી રેડી અંગારા કરવો

  9. 9

    પછી આ સમજીને પરાઠા સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes