ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 250 ગ્રામ પલાળેલા સાબુદાણા
  2. ૧ નંગબાફેલું બટાકું સમારેલું
  3. 1/2 બાઉલ શેકેલા સિંગદાણાનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 4લીમડાના પાન
  6. 1 ચમચીજીરૂ
  7. લીંબુનો રસ
  8. 1/2 ચમચી ખાંડ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને પાણીથી ધોઈ પાંચ કલાક સાબુદાણા ડૂબે તેટલું પાણી રેડી પલાડી રાખો. એક પેનમાં તેલ લઈ તે ગરમ થાય પછી તેમા જીરુ,લીમડો,આદુ,મરચાની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો.

  2. 2

    પછી તેમાંં બાફીને સમારેલા બટાકા ઉમેરી હલાવી દો. પછી તેમાં પલાળેલા સાબુદાણા, શેકેલા સીંગદાણાનો ભૂકો, ખાંડ, મીઠું, લાલ મરચું પાઉડર નાખી હલાવીને મિક્સ કરી દો. પાંચ મિનિટ ધીમા તાપે હલાવો.હવે ગેસ બંધ કરી દો. ઉપરથી લીંબુ નો રસ અને કોથમીર નાખી હલાવી દો.

  3. 3

    તૈયાર છે ગરમાગરમ ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes