ઘટકો

5 થી 6 કલાક
3 4 લોકો માટે
  1. 3 કપરવો
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 2 કપછાશ
  4. નાનો ટુકડો છીણેલી દુધી
  5. નાનો ટુકડો ગાજર છીણેલું
  6. 1નાનું બટાકુ છીણેલું
  7. 3ડુંગળી છીણેલી
  8. 1/2 બાઉલ માંડવી ના બી
  9. 1/2 બાઉલ મકાઈ
  10. 1/2 બાઉલ લીલા વટાણા
  11. 2 ચમચીધાણા જીરું પાઉડર
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. 1/2 ચમચી હળદર
  14. ચપટી હિંગ
  15. 1લીંબુ નો રસ
  16. 1/4 ચમચી સાજી ના ફૂલ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીતલ
  20. તેલ જરૂર મુજબ
  21. 1012 પાન લીમડા ના
  22. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 થી 6 કલાક
  1. 1

    સૌપ્રથમ રવો અને ચણાનો લોટ મિક્સ કરો.હવે તેમાં એડ કરી ૫ થી ૬ કલાક સુધી રહેવા દો થોડી હળદર એડ કરી દો

  2. 2

    હવે પાંચ છ કલાક બાદ તેમાં બધા વેજીટેબલ છીણેલા એડ કરી દો ત્યારબાદ તેમાં માંડવી ના બી મકાન અને વટાણા પણ એડ કરી દો

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્રણથી ચાર ચમચી તેલ એડ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ હળદર અને લીમડો એડ કરી હાંડવા માં વઘાર રેડો

  4. 4

    ત્યારબાદ તેની ઉપર થોડા સાજીના ફૂલ એડ કરી તેની ઉપર લીંબુ નીચોવો હવે બેટા ને એકદમ હલાવી લો

  5. 5

    હવે હાંડવા પેનમાં તેલ ગરમ કરવા મુકો એક કે બે ચમચી તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં તલ રાઈ અને લીમડો એડ કરી અને માંડવાનું બેટર એડ કરો સાવ સ્લો ગેસ પર માંડવો થવા દેવો હાંડવો પાકી જાય એટલે એક પ્લેટમાં કાઢી પલટાવી લેવી ત્યારબાદ ઉપર નું ફળ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવો

  6. 6

    હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી હાંડવા ને કોથમીરથી ગાર્નિશ કરો સાથે પણ સર્વ કરી શકાય છે તૈયાર છે રવા હાંડવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes