રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો
  2. 2 tbspબેસન
  3. 1 કપખાટું દહીં
  4. 2 કપપાણી
  5. 1 નંગમીડિયમ સાઇઝ કેપ્સિકમ જીણું સમારેલું
  6. 1 નંગમીડિયમ સાઇઝ ગાજર ખમણેલું
  7. 1 કપબાફેલા મકાઈના ના દાણા
  8. 1 નંગમીડિયમ સાઇઝ ડુંગળી જીની સમારેલી
  9. 3-4 tbspલીલી કોથમીર ના પાન
  10. 1 tbspઆદુ + લીલા મરચાં + લસણ ની પેસ્ટ
  11. 1/2 tspહળદર પાઉડર
  12. 1 tspગરમ મસાલો
  13. 1 tspધાણા જીરું પાઉડર
  14. 1 tspલાલ મરચું પાઉડર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1નાનું પેકેટ ઇનો ફ્રુટ સોલ્ટ + 1 ચમચી પાણી
  17. વઘાર માટે
  18. 1 tbspતેલ
  19. 1 tspરાઈ
  20. 1 tbspસફેદ તલ
  21. 1/4 tspહિંગ
  22. 6-7 નંગમીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં રવો ઉમેરી તેમાં ખાટું દહીં અને બેસન ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી બેટર બનાવી લો. હવે આ બેટર ને 10 મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો.

  2. 2

    ત્યાર બાદ આમાં જીણું સમારેલું કેપ્સીકમ, છીણેલું ગાજર, મકાઈ ના દાણા, જીની સમારેલી ડુંગળી, લીલી કોથમીર ના પાન અને આદુ - લીલા મરચાં - લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આમાં હળદર પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણ માંથી જેટલો હાંડવો બનાવવો હોય એટલો ભાગ બીજા બાઉલ મા કાઢી તેમાં ઇનો ફ્રુટ સોલ્ટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. (બધા જ બેટર માં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો નથી જેટલો હાંડવો બનાવવો હોય એટલા માં જ ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો)

  4. 4

    હવે હાંડવા નો વઘાર કરીશું. એની માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું ઉમેરી કકડે એટલે સફેદ તેલ, હિંગ અને મીઠા લીમડા ના પાન ઉમેરી સોટે કરી તેમાં હાંડવા નું બેટર્ ફેલાવી ઢાંકણ ઢાંકી ને ગેસની સ્લો આંચ પર 6 થી 7 મિનિટ એક સાઈડ કૂક કરી બીજી બાજુ પલટાવી ફરી એ જ રીતે વઘાર કરી તેમાં હાંડવા ની બીજી સાઈડ પણ સ્લો ગેસ પર કૂક કરી લો.

  5. 5

    હવે આપણો એકદમ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ એવો ઝટપટ બની જતો ઇન્સ્ટન્ટ રવા નો હાંડવો તૈયાર છે સર્વ કરવા માટે. આ હાંડવાખાવાની મજા આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes