રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકી- દહીં
  2. 1 નાની વાટકી- રવો
  3. સ્વાદ અનુસાર- મીઠું
  4. 1/4 ટી સ્પૂન- હળદર
  5. 1 ટી સ્પૂન- લાલ મરચું
  6. 1/4 ટી સ્પૂન- ધાણાજીરું
  7. 1 ટી સ્પૂન- આદુ લસણ ની પેસ્ટ
  8. 1/2- જીણો સમારેલો કાંદો
  9. 1/2- જીણું સમારેલું ટમેટું
  10. 2 ટી સ્પૂન- મકાઈ ના દાણા
  11. 1નાનો કટકો - દુધી જીણેલી
  12. જરૂર મુજબ - કોથમીર
  13. 1/2 ટી સ્પૂન- ઈનો
  14. વઘાર માટે :
  15. 3-4 ટી સ્પૂન- તેલ
  16. 1/2 ટી સ્પૂન- રાઈ
  17. 1/2 ટી સ્પૂન- તલ
  18. મીઠા લીમડા નું પાન
  19. 1/2 ટી સ્પૂન- લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દહીં ગરમ કરી તેમાં રવો પલાળી દેવો. 15 મિનિટ પછી તેમાં બધા મસાલા ઉમેરી દેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં છીણેલી દૂધી, કાંદા, ટામેટા, મકાઈ ના દાણા, કોથમીર,અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લેવું. ઈનો ઉમેરી ઉપર થી થોડું ગરમ પાણી રેડી હલાવી લેવું.

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પછી તાવડી માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ ઉમેરી દેવી.

  4. 4

    તે તતડે પછી તેમાં તલ, લીમડા નું પાન અને લાલ મરચું ઉમેરી ખીરું તેની અંદર ઉમેરી દેવું.ઢાંકી ને થવા દેવું.

  5. 5

    5 મિનિટ પછી જો નીચે ની બાજુ કડક થઈ હોય તો તેને ફેરવી ને બીજી બાજુ થવા દેવી.

  6. 6

    બીજી 5 મિનિટ માં નીચે ની બાજુ કડક થઈ જશે. એટલે કાઢી અને પિસીસ કરી સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes