રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મીનીટ
૪ લોકો માટે
  1. ૧ કપરવો
  2. ૧ કપચણાનો લોટ
  3. ૧ કપચોખાનો લોટ
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. મીડીયમ બટાકા ખમણેલા
  6. ૪ ચમચીતેલ
  7. ગાજર ખમણેલું
  8. ૨ કપદહીં
  9. ૧ ચમચીલસણની પેસ્ટ
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીમરચું પાઉડર
  12. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  13. ૧/૨ ટેબલ સ્પૂનખાવાનો સોડા
  14. ૧ કપબારીક સમારેલી કોથમીર
  15. લીમડાના પાણી જરૂર મુજબ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦મીનીટ
  1. 1

    એક બાઉલમાં ત્રણ લોટને મિક્સ કરી તેમાં ખમણેલું ગાજર, ખમણેલું બટાકા, આદુ મરચાની પેસ્ટ,હળદર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર, કોથમીર, લસણ અને દહીં નાખી સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ સોડા અને થોડું પાણી ઉમેરી હરી હલાવી મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ મિશ્રણને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    કડાઈમાં ૩ ચમચી તેલ લઈને તેમાં રાઈ અને જીરું ઉમેરો થયા બાદ તલ અને લીમડાના પાન, હિંગ તૈયાર કરેલો મિક્સર 2 ચમચા તેમાં ઉમેરો અને તેને ધીમા તાપે ઢાંકીને પકાવી લો. એક તરફ થયા બાદ ઉલટાવીને બીજી તરફ પણ આ રીતે પકાવી લો.આ રીતે હાંડવો ક્રિસ્પી થશે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

  3. 3

    આ રીતે રવાનો હાંડવો ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે તમે બ્રેકફાસ્ટમાં અથવા તો ડિનરમાં ટોમેટો કેચપ સાથે ચટણી સાથે લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes