કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)

સોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...
કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...
હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌
કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
સોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...
કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...
હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી ને મિક્સરમાં પીસીને થોડીક ઝીણી કરી લેવી. જો રવો લો તો સીધો વાપરી શકાય. સોજી ને એક બાઉલમાં કાઢી લેવી. પછી તે જ મિક્સર જારમાં મકાઇના દાણા અને અડધું દહીં નાખી અધકચરું વાટી લેવું. બાકીનું દહીં ઉમેરી ફરી ફેરવી લેવું.
- 2
સોજીની અંદર દહીં વાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લેવું. 1/4 કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લેવું. 10 મિનિટ માટે રાખી મૂકવું. પછી તેમાં આદું લસણ મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર,મીઠું, ખાંડ, લીંબુનો રસ ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી લેવું. પાણી જરૂર લાગે તો થોડું ઉમેરવું.
- 3
સમારેલી કોથમીર પણ અંદર નાખી લેવી. એક વઘારીયામાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઇ રાઇ, હીંગ નો વઘાર કરવો. આ વઘારને ખીરામાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવો.
- 4
હવે એક નોનસ્ટીક પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખી પેનને ગરમ થવા મૂકવું. ખીરામાં ઇનો નાખી તરત હલાવવું. 1 મિનિટ ની અંદર ફીણ થાય તેવું જ ખીરાને પેનમાં રેડી દેવું.
- 5
બરાબર સ્પ્રેડ કરીને ઉપર તલ અને શીંગદાણા ભભરાવવા. પછી ઢાંકીને ધીમા તાપે 5-7 મિનિટ ચડવા દેવો.
- 6
પડ ચડી જાય પછી તવેથાથી સાચવીને હાંડવાને પેનમાં ઉલ્ટો કરી લેવો. હવે બીજું પડ મિડિયમ તાપે ઢાંક્યા વગર ચડવા દેવું. બરાબર શેકાઇ જાય અને કલર આવે એટલે પેનમાંથી કાઢીને પ્લેટમાં લઇ લેવો. ઉપર છીણેલું ચીઝ પાથરવું. 5 મિનિટ માટે ઠંડો થવા દઇ કટરથી ટુકડા માં કાપીને ચટણી, કેચઅપ, ચા સાથે સર્વ કરવો.
- 7
આ માપથી એક હાંડવાનો રોટલો બનશે. મકાઈના દાણાની સાથે બીજું શાક પણ છીણીને કે ચોપ કરીને લઇ શકાય. કોર્ન નો સરસ સ્વાદ આવે તે માટે મેં ફક્ત તે જ ઉમેર્યું છે.
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
-
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
મોમોઝ નું દેશી સ્વરુપ કહી શકાય. કે પછી સોજી ના ઢોકળા અને મોમોઝ નું ફ્યુઝન પણ કહી શકાય. મેંદાની જગ્યાએ ઝીણો સોજી(રવો) વપરાયો છે, સાથે તળવાની જગ્યાએ સ્ટીમ કર્યા છે, તો હેલ્ધી સ્વરુપ છે. અને શીંગદાણા નો ભૂકો, કોપરાનું છીણ, હીંગ-રાઇ ના વઘારથી સ્ટફીંગ ના શાકમાં દેશી સ્વાદ ઉમેરાય છે. સરવાળે એક નવી, હેલ્ધી, સ્વાદમાં ખૂબ સરસ વાનગી બની છે.#સુપરશેફ2#પોસ્ટ6#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ_26 Palak Sheth -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
કોર્ન ઢોકળા (Corn Dhokla Recipe In Gujarati)
આપણે ઘણી વખત એ વિચારતા હોય કે આજે શું બનાવવું છે, સાંજના જમણમાં તો ખાસ કરીને રોજ વિચાર આવે કે શું રાંધવું કે ઝડપથી બની જાય અને બધાને ગમે તો આજે હું ખૂબ જ ઝડપથી બની જાય અને સ્વાદમાં પણ ખુબ જ સરસ એવી કોણ ઢોકળા ની રેસીપી લાવી છું તો તમે બધા જરૂરથી ટ્રાય કરજો#GA4#Week8#SweetcornMona Acharya
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રવા નો હાંડવો
#હેલ્થીફૂડ #રવાનો હાંડવો ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
#childhood અમે નાના હતા ત્યારે મારા મમ્મી સગડી ઉપર કડાઈ માં દેશી મકાઈ નો હાંડવો બનાવતાં સ્કૂલ થી આવી ને ગરમ ગરમ ખાતાં બહુ મજા આવતી Bhavna C. Desai -
-
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
-
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
#મોન્સૂન#પોસ્ટ2તમે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જાવ કે કોઈ મુવી જોવા ગયા હોય તો એક વસ્તુ જરૂર યાદ આવે.. કોર્ન બાઉલ. એમાં બટરકોર્ન બાઉલ અને ચીઝી કોર્ન બાઉલ બંને મળતાં હોય છે. ચોમાસા માં અમેરિકન મકાઈ ખુબ સરસ મળતાં હોય છે.. તેનોજ ઉપયોગ કરી ને બહાર મળે તેવા જ ચીઝી બાઉલ ઘર કેવી રીતે બને તેની રેસિપી આપી છે.. જરૂર થી try કરજો.. Daxita Shah -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ હાંડવો છે જેને પલાળવા ની જરુર નથી પડતી. આમાં રાંધેલા ભાત વપરાય છે જેના થી આ હાંડવો બહુ જ સોફ્ટ થાય છે. ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે પણ ઠંડો પણ ચાહ સાથે એટલો જ સારો લાગે છે.#EB#Week14 Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (13)