કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપરવો
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. ૧/૨ કપચોખાનો લોટ
  4. ૧/૨ કપદહીં
  5. ૩/૪ કપ અમેરિકન મકાઈના દાણા
  6. ૪ નંગલીલા મરચાં
  7. ઈચ આદુનો ટુકડો
  8. ૫-૬ કળી લસણ
  9. ૧/૨ ચમચીલાલ મરચું
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીહિંગ
  12. ૧/૪ ચમચીખાવાનો સોડા
  13. ૧/૪ ચમચીલીંબુના ફૂલ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂર મુજબ
  16. વઘાર કરવા માટે
  17. ૩ ચમચીતેલ
  18. ૧/૨ ચમચીરાઈ
  19. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં રવો, ચોખાનો લોટ, ચણાનો લોટ, દહીં અને પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો આ ખીરું બહુ ઘટ કે બહુ પાતળુ રાખવું નહીં. આ ખીરાને 1/2 કલાક માટે રાખો.

  2. 2

    એક મિક્સર જારમાં અમેરિકન મકાઈ ના દાણા લીલા મરચા, આદુ લસણ લઇ ક્રશ કરી લો. આ પેસ્ટને ખીરામાં ઉમેરીને બધા મસાલાને કરી ખીરું તૈયાર કરો.

  3. 3

    એક નો નોનસ્ટિક ને ગરમ કરી તેમાં વધાર ની સામગ્રી નો વઘાર કરો.

  4. 4

    હવે તેમા ખીરુ પાથરી ને ઢાંકી ને એક બાજુ કુક થવા દો. બે-ત્રણ મિનિટ પછી તેને ઉલટાવી બીજી બાજુ પણ કુક થવા દો.

  5. 5

    આપણો તૈયાર છે તેને સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes