બીટ ની કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

બીટ ની કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
ર વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ - બીટ
  2. ૨૫૦ ગ્રામ - બટાકા
  3. ૬/૮ - લીલાં મરચાં
  4. ૨ ચમચી- આદું છીણેલું
  5. - લીંબુ
  6. ૧/૨ વાટકી- તપકીરનો લોટ
  7. ૧ વાટકી- સામો
  8. ૧ ચમચી- જીરાનો પાઉડર
  9. ૧/૪ ચમચી- મરીનો પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફી લેવા અને બીટને ખમણી લેવા. બટાકા ઠંડા થાય એટલે તેને સમારી લેવા. આદું અને મરચાંને વાટી લેવા.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદું - મરચાંને ૨ મીનીટ સુધી સાંતળવા. ત્યારબાદ તેમાં ખમણેલા બીટને ધીમા તાપે ચડવા દેવાં. તેને હલાવતા રહેવું. થોડા ગળી જાય પછી તેમાં મીઠું, જીરાનો પાઉડર અને મરીનો પાઉડર નાખીને બરાબર મિક્સ કરવું.

  3. 3

    હવે તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરીને મેશ કરી લેવા. હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરીને બરાબર હલાવવું.

  4. 4

    બીટનો માવો ઠંડો થાય પછી તેની કટલેટ વાળી લેવી. કટલેટને ફ્રીઝમાં 1/2કલાક સુધી સેટ થવા મુકવી.

  5. 5

    હવે સામાને મિક્સરમાં ક્રશ કરી લેવો અને તપકીરના લોટની સ્લરી બનાવી લેવી.

  6. 6

    બીટની કટલેટને સ્લરીમાં બોળીને ક્રશ કરેલા સામામાં ફેરવીને પેનમાં તેલ ગરમ કરીને બંને બાજુ શેલો ફ્રાય કરી લેવી. ગેસની આંચ મધ્યમ રાખવી.

  7. 7
  8. 8

    હવે ગરમ કટલેટને લાલ મરચાંની ચટણી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes