થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#EB

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ થી ૧૨ નંગ
  1. ૧ લીટર અમૂલ ગોલ્ડ દૂધ
  2. ૧/૪ ચમચીફટકડી પાઉડર
  3. ૧ વાટકીખાંડ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૨ મોટી ચમચીઘી
  6. પિસ્તા ની કતરણ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દૂધ ને ઉપળવા મૂકો અને સાથે બીજા ગેસ પર એક પેન માં ખાંડ લઈ એને ઓગળવા દયો. ખાંડ ઓગળે અને બ્રાઉન કલર ની કેરેમલાઈઝ થઈ જાય એટલે ગેસ બંધ કરી દયો.

  2. 2

    દૂધ ઊકળવા માંડે એટલે તેમાં ફટકડી પાઉડર નાખીને સતત હલાવતા રહો થોડી વાર માં દૂધ ફાટી જશે જો જરૂર પડે તો એક ચપટી જેટલી ફટકડી ફરી ઉમેરી સકાય.

  3. 3

    દૂધ ફાટી જાય એટલે તેમાં પેહેલે થી બનાવેલી ખાંડ ની બ્રાઉન ચાસણી ઉમેરી લેવી જેથી બહાર જેવો જ થાબડી પેંડા નો કલર આવી જશે.

  4. 4

    ચાસણી બરાબર મિક્ષ કરી દૂધ નું પાણી સાવ બળી ના જાય ત્યાં સુધી ફૂલ ગેસ પર હલાવતા રહો. સાવ પાણી બળી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર તથા ઘી ઉમેરી મિક્ષ કરો અને બે મિનિટ પછી ગેસ બંધ કરો.

  5. 5

    મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી સાવ ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી હાથ માં ઘી લગાવી મિશ્રણ માંથી પેંડા વાળી તેને પિસ્તા ની કતરણ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes