થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ૧/૨ લિટરદૂધ
  2. ૧/૨ ચમચીફટકડી
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ૧ - ૨ ચમચી મિલ્ક પાઉડર
  5. ૨ - ૩ ચમચી એલચીનો પાઉડર
  6. ૧ ચમચીબદામ- પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો.દૂધ ગરમ થઈ ને ઉકળવા લાગે પછી તેમાં ખાંડ ઉમેરો અને હલાવો.ખાંડ ઓગળીજાય પછી તેમાં ફટકડીને વાટીને તેનો ભૂકો ઉમેરો. ફટકડીનો ભૂકો નાખતાં જ દૂધ ફાટી જશે. હવે તેને ધીમા તાપે સતત હલાવતા રહો અને પકવતાં રહો.

  2. 2

    હવે બીજા ગેસ પર એક વાસણમાં ત્રણથી ચાર ચમચી ખાંડ અને બે ચમચી પાણી નાખી ચાસણી કરી નાખો આ ચાસણીને સતત હલાવતા રહો અને પાકવા દો.જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય.

  3. 3
  4. 4

    પાંચથી સાત મિનિટ પછી ચાસણીનો કલર બદલાઈ જશે અને ગોલ્ડન બ્રાઉન થઈ જશે.હવે આ ચાસણીને ફટકડીવાળા દૂધના મિશ્રણમાં ઉમેરો અને હલાવો જ્યાં સુધી દૂધનું બધું પાણી બળી જાય ત્યાં સુધી દૂધને હલાવો અને પકાવો.

  5. 5
  6. 6

    ફટકડી વાળા દૂધ નું પાણી જલ્દીથી બળી જાય અને તે જલદીથી પાકી જાય તે માટે તેમાં એક અથવા બે ચમચી મિલ્ક પાઉડર ઉમેરો જેથી તે જલદીથી ઘટ્ટ થઈ જશે. મિલ્ક પાઉડર નાખવાથી તેના સ્વાદમાં પણ વધારો થઈ જશે.હવે તેમાં એલચીનો પાઉડર ઉમેરો.

  7. 7

    મિલ્ક પાઉડર નાંખ્યા પછી દૂધ અને ફટકડી વાળું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે અને ધીરે ધીરે તેનું પાણી પણ બળવા લાગ્યું છે. દૂધ દૂધ અને નીલ પાઉડર આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેને ઠંડુ કરી લો. હાથમાં ઘી લગાવી તેના ગોળ પેંડાનો આકાર આપો અથવા તમારા મનપસંદ આકારમાં ઢાળી દો.

  8. 8

    થાબડી પેંડા બનીને તૈયાર છે તેને પીસ્તા બદામની કતરણ લગાવી સજાવો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes