મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમિક્સ વેજીટેબલ (ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર)
  2. 1/2 કપકેપ્સિકમના ટુકડા
  3. 100-150 ગ્રામપનીર
  4. 2 ચમચીબટર
  5. 2-3 ચમચીતેલ
  6. 1તમાલપત્ર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ➡️ ગ્રેવી માટે
  9. 4સમારેલા ટામેટા
  10. 2સમારેલી ડુંગળી
  11. 10-12કાજુ
  12. 2 ચમચીમગજતરી
  13. 2આખા લાલ મરચાં
  14. 1નાનો ટુકડો તજ
  15. 3-4લવિંગ
  16. 4-5આખા મરી
  17. 2નાની લીલી ઈલાયચી
  18. 1મોટી ઈલાયચી
  19. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  20. 1 ચમચીઆદુની પેસ્ટ
  21. 1/2 ચમચીજીરૂ
  22. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  23. 1 ચમચીલાલ મરચું પાઉડર
  24. 1/2 ચમચીહળદર
  25. 1+1/2 ચમચી ઘાણાજીરુ
  26. 1 ચમચીગરમ મસાલો
  27. 2 ચમચીકિચન કિંગ મસાલો
  28. 1 ચમચીબટર
  29. 2 ચમચીતેલ
  30. 2 ચમચીસમારેલી કોથમીર
  31. 2 ચમચીતાજી મલાઈ
  32. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી બનાવવા માટે કૂકરમાં તેલ અને બટર ઉમેરી એમાં ખડા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી સમારેલા ટામેટા ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  2. 2

    🔶 હવે સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી ઉમેરી 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે 2 સીટી વગાડી ગેસ બંધ કરી દો. ઠંડુ થાય એટલે એની પેસ્ટ બનાવી લો.
    🔶 આ દરમિયાન એક પેનમાં પાણીમાં મિક્સ વેજીટેબલ ઉમેરી 5 થી 7 મિનિટ સુધી કુક કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી કેપ્સિકમના ટુકડા 2 થી 3 મિનિટ સુધી સાંતળો અને કાઢી લો.
    હવે તમાલપત્ર ઉમેરો અને તૈયાર ગ્રેવી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.

  4. 4

    🔶હવે કુક કરેલા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 5 મિનિટ સુધી ઢાંકીને થવા દો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    🔶હવે ગરમ કરેલ કોલસો એક ડીશ માં મૂકી ઉપર ઘી રેડી દો અને ઢાંકીને 5 મિનિટ મૂકી રાખો.

  5. 5

    હવે તૈયાર સબ્જી એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને તાજી મલાઈ ઉમેરીને ઓનીયન તંદૂરી રોટી, પાપડ અને સલાડ સાથે સર્વ કરી શકો.

  6. 6

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes