વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#cookpadindia
#cookpadguj
#khaman
#Surtikhaman
#Disha

ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે.

વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#khaman
#Surtikhaman
#Disha

ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા દાળ
  2. ૧ ટેબલ સ્પૂનચોખા
  3. ૨ ટેબલ સ્પૂનછાશ
  4. ૨ ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ટેબલ સ્પૂનખાંડ
  6. ૩ ટેબલ સ્પૂનતેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ટી સ્પૂનહળદર
  9. ૧ ટી સ્પૂનહિંગ
  10. ૧ ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  11. પેકેટ ઇનો
  12. જરૂર પ્રમાણે પાણી
  13. તડકા માટે
  14. ૨ ટેબલ સ્પૂનતેલ
  15. ૧ ટેબલ સ્પૂનરાઈ
  16. ૪ નંગકાપેલા લીલા મરચા
  17. જરૂર મુજબ પાણી
  18. ગાર્નિશ માટે
  19. સમારેલા લીલા ધાણા
  20. કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ માં ચણાદાળ અને ચોખા ને બરાબર ધોઈ ને ૫ કલાક પલાળવા.

  2. 2

    હવે મિક્સર જાર મા ચણાદાળ અને ચોખા બંને વાટી લેવું.વાટવા માં થોડી છાશ અને પાણી નાખી થોડું જ કરકરું વાટવું.

  3. 3

    હવે તેમાં લીંબુ ના ફૂલ એડ કરી ૫ મિનિટ બરાબર ફેટવું.અને સ્ટીલ ના ડબ્બા મા ૯ કલાક આથો લાવવા મૂકવું.

  4. 4

    હવે તેમાં આથો આવી જશે એટલે તેમાં મીઠું,આદુ મરચાની પેસ્ટ, હળદર,હિંગ,ખાંડ અને તેલ નાખી ને બરાબર ૫ મિનિટ ફેટવું.

  5. 5

    હવે ઇનો નું પેકેટ એડ કરી હલાવી ને સ્ટીમર મા પ્લેટ માં બેટર એડ કરી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું.

  6. 6

    ૨૦ મિનિટ પછી ગેસ બંધ કરી પ્લેટ ઠંડી થાય એટલે ખમણ ચોરસ ટુકડા માં કટ કરવા.

  7. 7

    એક કડાઈ મા ૨ ટેબલ સ્પૂન તેલ લેવું.તેમાં રાઈ નાખવી.રાઈ તતડે એટલે કાપેલા લીલા મરચા નાખવા.થોડું પાણી એડ કરી ને આ તડકા ને ખમણ ના ચોરસ ટુકડા પર નાખવું.લીલા ધાણા અને કોપરા ના છીણ થી ગાર્નિશ કરવું.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

ટિપ્પણીઓ (21)

Similar Recipes